મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: ‘લૂ’ થી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE







મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: લૂથી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ

આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ અને હીટવેવની સંભાવના વધી છે. આ ગંભીર પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને લૂથી બચવા અને જરૂરી સાવચેતી રાખવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી ખાસ અપીલ કરવામાં આવી છે.

 ગરમીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવું (ડીહાઈડ્રેશન), અસહ્ય માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉબકા કે આંખે અંધારા આવવા જેવા લક્ષણો લૂ’ (હીટ સ્ટ્રોક) ની નિશાની હોઈ શકે છે. આથી, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને બચાવના ઉપાયો તરીકે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, આખું શરીર ઢંકાય તેવા સફેદ સુતરાઉ કપડાં પહેરવા તેમજ ટોપી, ચશ્માં કે છત્રીનો ઉપયોગ કરવા જણાવાયું છે. દિવસ દરમિયાન સતત પાણી, લીંબુ શરબત, છાશ કે ઓ.આર.એસ. (ORS) નું સેવન કરી શરીરને હાઈડ્રેટેડ રાખવું અત્યંત જરૂરી છે.

વધુમાં, ખાન-પાનમાં વિશેષ સાવધાની રાખતા બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ટાળવો અને ભૂખ્યા પેટે બહાર ન નીકળવું હિતાવહ છે. ચા, કોફી અને વ્યસનથી દૂર રહી તાજા ફળોના રસનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ અને વૃદ્ધોએ ગરમીમાં વિશેષ કાળજી લેવી. કોઈ પણ શારીરિક અસ્વસ્થતા જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ દ્વારા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.






Latest News