મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લાંચ લેતા પકડાયેલ તલાટીને પાંચ વર્ષની સજા


SHARE







































મોરબી જીલ્લામાં લાંચ લેતા પકડાયેલ તલાટીને પાંચ વર્ષની સજા

માળીયા મિયાણાના જસાપર અને મોટીબરાર ગામના તલાટી મંત્રીએ વર્ષ 2013માં લાંચ માંગી હતી ત્યારે એસીબીએ છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને ઝડપી લીધેલ હતો જે કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં  સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે તલાટી મંત્રીને પાંચ વર્ષની સજા અને 10 હજારનો દંડ કર્યો છે.

હાલમાં સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2013માં માળીયા (મી)ના જસાપર અને મોટી બરાર ગામના તલાટી કમ મંત્રી આરોપી આણદાભાઈ શીવાભાઈ ફેફરે અરજદાર પાસે લાંચ માંગી હતી જેથી કરીને અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી જેના આધારે એસીબીની ટીમે ત્યાં છટકું ગોઠવીને આરોપી આણદાભાઈ શીવાભાઈ ફેફરને રંગેહાથ પકડી લીધા હતા અને ત્યારે ગુનો નોંધાયેલ હતો. જે કેસ મોરબી સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે 12 મૌખિક અને 44 દસ્તાવેજી પુરાવા તેમજ જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો ધ્યાને લઈ કોર્ટે આરોપી આણદાભાઈ શીવાભાઈ ફેફરને પાંચ વર્ષની સજા તેમજ 10 હજારનો દંડ કર્યો છે.














Latest News