મોરબી શહેરમાં જુગારની બે રેડ: 1.12 લાખની રોકડ સાથે 13 શખ્સ પકડાયા
SHARE









મોરબી શહેરમાં જુગારની બે રેડ: 1.12 લાખની રોકડ સાથે 13 શખ્સ પકડાયા
મોરબીમાં જનકપુરી સોસાયટી તથા ત્રાજપર નજીક જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 13 જેટલા શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 1,12,500 ની કિંમતની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં માળીયા હાઇવે રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે બાલાજી પ્રોવિઝન સ્ટોર પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મેહુલભાઈ બાબુભાઈ પિત્રોડા (41), વિપુલભાઈ ધીરુભાઈ પરમાર (49), અમિતસિંહ જીતુભા સોલંકી (38), અનિલભાઈ બાબુભાઈ પિત્રોડા (44), કિશોરભાઈ ઈશ્વરભાઈ મોરી (46), વિરલભાઈ રમેશભાઈ વ્યાસ (36), ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ મેવાડા (34), જમનભાઈ મનસુખભાઈ પરમાર (30) અને જયપાલસિંહ ધીરુભાઈ પઢિયાર (24) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 69,800 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીમાં ત્રાજપર રોડ ઉપર આવેલ શિવાલિક પ્લાઝા નજીક કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા મનસુખભાઈ ઉર્ફે મચો રમેશભાઈ વરાણીયા (42), કિશોરભાઈ લાભુભાઈ વાઘેલા (35), હિતેશભાઈ નાજાભાઇ ગોલતર (28) અને જયંતીભાઈ ગાંડુભાઈ જંજવાડીયા (33) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 42,700 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
