ટંકારાના ઓટાળા ગામે અગાઉ કરેલ કેસ પાછો ખેંચી લેવાનું કહીને યુવાનને મારી નાખવાની ધમકી
મોરબી જિલ્લાના માળીયા (મી) તાલુકામાં આવેલ મીઠા ઉદ્યોગને મચ્છુના પાણીથી કરોડોનું નુકશાન: આગામી સિઝન સામે પણ સવાલ
SHARE
મોરબી જિલ્લાના માળીયા (મી) તાલુકામાં આવેલ મીઠા ઉદ્યોગને મચ્છુના પાણીથી કરોડોનું નુકશાન: આગામી સિઝન સામે પણ સવાલ
મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં મચ્છુના પાણીના કારણે હોનારત જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારે જો વાત કરીએ તો માળિયા તાલુકા વિસ્તારમાં મીઠાના નાના-મોટા લગભગ 500 જેટલા કારખાના અને અગર આવેલા છે જેમાં મચ્છુના પાણી ફરી વળ્યા હોવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે અને ચાલુ વર્ષની હવે સીઝન મીઠાના ઉત્પાદકો લઇ શકશે કે કેમ તે પણ પ્રશ્ન ઉભો થયો છે
મોરબીના મચ્છુ-૨ ડેમના કેચમેટ વિસ્તાર તથા ઉપરના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમમાંથી 2.70 લાખ ક્યુસેકથી વધુ પાણીનો પ્રવાહ એક સાથે ડેમના 32 દરવાજા ખોલીને છોડવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જો વાત કરીએ મીઠા ઉદ્યોગની તો મીઠાના અગર તથા મીઠાના કારખાના મળીને લગભગ 500 જેટલા મીઠાના ઉત્પાદકો છે જેમના મીઠાના અગર અને કારખાનાઓની અંદર મચ્છુના પાણી ફરી વળ્યા હતા જેથી કરીને તેઓની મશીનરી અને તેઓના મીઠાના અગર ની અંદર મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને લગભગ દરેક મિઠાના અગર ની અંદર મંગળવારે જ્યારે પુર જેવી પરિસ્થિતિ હતી ત્યારે અંદાજે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરેલું હતું તેવી માહિતી મીઠાના ઉત્યાદક આબીદભાઇ જેડા પાસેથી મળી છે અને વધુમાં તેઓએ કહ્યું હતું કે, મીઠું પકવવા માટે પાછું ડીગરી વાળું પાણી મેળવતા લગભગ છથી સાત મહિના જેટલો સમય લાગશે.
માળીયા દેવ સોલ્ટના જનરલ મેનેજર દિલીપસસિંહ જાડેજા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મીઠાના ઉત્પાદનની વાત કરીએ તો દર વર્ષે સરેરાશ સારી સિઝન હોય ત્યારે 8 લાખ ટન જેટલા મીઠાનું ઉત્પાદન થતું હોય છે જોકે ગત વર્ષે વાવાઝોડું હોવાના કારણે અંદાજે સાડા ચારથી પાંચ લાખ ટન જેટલું મીઠાનું ઉત્પાદન થયેલ છે અને આ વર્ષે પુર હોનારતની પરિસ્થિતિના કારણે ચાલુ વર્ષે તેમાં પણ 30 થી 40 ટકા જેટલું મીઠાનું ઉત્પાદન થાય તેવી પરિસ્થિતિ હાલમાં દેખાઈ રહી છે અને મીઠાના અગરિયાઓ તથા કારખાનેદારોને મીઠાના પાળા તેમજ અગરો ધોવાઈ ગયા હોવાથી એક એક અગરીયાઓને લાખો રૂપિયાની નુકસાન થશે તેમા શંકાને કોઇ સ્થાન નથી. અને હાલમાં મીઠાના અગરોમાં મચ્છુ નદીમાં જે રીતે વહેતા પાણી જોવા મળી રહ્યા હતા તે રીતે અગરમાં પાણી વહેવા લાગ્યા છે જે પાણીનો નિકાલ થયા પછી મિઠુ પકાવવા માટે ડીગરી વાળુ પાણી લેવામાં પણ ઘણો સમય લગશે જેથી આગામી સિઝન સામે સવાલો ઉઠવા લાગ્યા છે.
મોરબી જિલ્લાના માળિયા તાલુકા વિસ્તાર ની અંદર આવેલા મીઠાના ઉદ્યોગમાં હજારોની સંખ્યામાં લોકોને રોજગારી મળતી હોય છે પરંતુ ગત વર્ષે વાવાઝોડાના કારણે મીઠાના કુલ ઉત્પાદનની સામે 50 થી 60% જેટલું માલ ઉત્પાદન લેવાઈ શક્યું હતું જોકે આ વખતે જે પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે ઉત્પાદકોના કારખાના અને અગરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તે બધું વ્યવસ્થિત કરતા સમય લાગશે અને ત્યાર સુધીમાં આગામી ચોમાસું આવી જાય તેવી પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી જેથી કરીને આ વખતે ગત વર્ષે કરતા પણ મીઠાનું ઉત્પાદન ઘટશે તેવું કહીએ તો અતિશક્તિ નથી અને તેનાથી વિશેષ કહીએ તો મીઠામાં રોજગારી મેળવતા લોકોની રોજગારી પણ છીનવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ આ પુર પરિસ્થિતિના કારણે થાય તેવી શક્યતાઓ છે તેવી માહિતી મીટમાં કોન્ટ્રાક્ટ રાખતા અંદારામ પાસેથી મળી છે
મોરબી જિલ્લામાં સોમવારે અને મંગળવારે પડેલા ભારે વરસાદના કારણે ખેતીમાં, લોકોની ઘરવખરીમાં વગેરે જગ્યાએ જે રીતે મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તે જ રીતે મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં પથરાયેલ મીઠા ઉદ્યોગમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે ત્યારે આ ઉદ્યોગકારો અને અગરિયાઓને થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરીને સરકાર તરફથી મળવાપાત્ર થતી સહાય વહેલામાં વહેલી તકે આપવામાં આવે તો અગરમાંથી મચ્છુના પાણી વહી જાય ત્યારબાદ અગરિયાઓ તેની કામગીરી શરૂ કરીને નવી સિઝન લેવા માટે મહેનત શરૂ કરશે