હળવદ તાલુકાના ઢવાણા ગામે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવાઇ
હળવદના દેવીપુર ગામે લોકમેળામાં પોલીસની હાજરીમાં જુગાર !
SHARE









હળવદના દેવીપુર ગામે લોકમેળામાં પોલીસની હાજરીમાં જુગાર !
હળવદ તાલુકાનાં દેવીપુર ગામે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુલ્લે આમ જુગાર રમતા હતા અને ત્યારે સ્થાનિક પોલીસ પણ ત્યાં હાજર હતી તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અને આ જુગારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમતા હોય છેવ જો કે, લોકમેળામાં હળવદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમવા માટે દૂર દૂરથી લોકો આવે છે. ત્યારે દેવીપુર ગામના લોકમેળામાં જુગાર રમતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને સ્થાનિક પોલીસની પણ હાજરી લોકમેળામાં હતી ત્યારે જુગાર રમતા હતા તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે જાહેરમાં જુગાર ચાલતો હતો તેની સામે કેમ સ્થાનિક પોલીસે આંખ આડા કાના કર્યા હતા તે સૌથી મોટો સવાલ છે.
