હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત


SHARE













મોરબી જીલ્લામાં ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત

તૂટી ગયેલ વીજ પોલ-લાઈનો રીપેર કરીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરાયો

ગુજરાત રાજ્ય માં છેલ્લા ઘણા દિવસો સુધી વરસાદ હતો. અને કુદરતી આફતને કારણ મોરબી જિલ્લા હેઠળની પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના ગામોમાં જોરદાર પવન તથા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ વીજ પોલ તેમજ વીજ લાઈનો તૂટી પડી હતી જયારે કેટલાક સ્થળોએ વૃક્ષો તૂટી પડવાની સાથે તેની નજીક થી પસાર થતી વીજ લાઈન તેમજ ટ્રાન્સફોર્મર ક્ષતીગ્રસ્થ થતાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો

મોરબી જીલ્લામાં કુલ ૩૫૭ ફીડરો અસરગ્રસ્ત થયેલ જેમાંથી ૩૧૭ ફીડરોનો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવેલ છે . જેમાં ૩ જ્યોતિગ્રામ ફીડરો તથા ૧ ઈન્ડ. ફીડરમાં નુકશાની પામેલ થાંભલા ઉભા કરવાનું કામ પ્રગતિ હેઠળ છે. અને ૩ મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ વીજ પ્રવાહ ખોરવાયાને પગલે વિવિધ વીજ ટીમો દ્વારા સમસ્યાના મૂળ અંગે સત્વરે તપાસ હાથ ધરી વીજ પુરવઠો પુન પ્રસ્થાપિત કરવા માટેની કામગીરી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત મોરબી જિલ્લામાં વિવિધ સ્થળો પર તાત્કાલિક વીજ પ્રસ્થાપન માટે પીજીવીસીએલ  નિગમિત કચેરી રાજકોટના  એમ.ડી. દ્વારા રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીની બે ટીમો તેમજ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા ત્રણ  ટીમોની ફાળવણી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે વીજ પુરવઠો પ્રસ્થાપન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ છે. વધુમાં વીજ પ્રસ્થાપન ની કામગરી માટે પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરીની વિભાગીય તેમજ કોન્ટ્રાક્ટરની કુલ ૫૦ થી વધુ ટીમો યુદ્ધના ધોરણે હાલમાં કાર્યરત છે.






Latest News