વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક મચ્છુના પાણીના લીધે તૂટી ગયેલ રોડ ઉપર ડામર પાથરી ટનાટન કરાયો


SHARE

















માળીયા (મી) નજીક મચ્છુના પાણીના લીધે તૂટી ગયેલ રોડ ઉપર ડામર પાથરી ટનાટન કરાયો

મોરબી જિલ્લામાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે માળીયાના ખીરઈ પાસે મોરબી કચ્છ નેશનલ હાઈવે વરસાદી પાણીના પ્રવાહથી ધોવાયો હતો જે હાલ મહદ્અંશે રીપેર કરાવી દેવાયો છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓને વ્યાપક નુકસાન થયું હતું, મચ્છુ નદીના પગલે મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર બંધ કરી દેવામાં આવેલો વાહન વ્યવહાર વરસાદ બંધ થતાં તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવાયો હતો. વરસાદ બંધ થતાં જ મોરબી-કચ્છ નેશનલ હાઈવે રિપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રોડ ધોવાઈ જતા ત્યાં ઉખડી ગયેલા ડામરની હટાવી રોડ સમતળ કરી ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે, લગભગ સ્થળોએ સમારકામ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારની સૂચના અંતર્ગત સમગ્ર રાજ્યમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યાર મોરબી જિલ્લામાં પણ વહીવટી તંત્ર ત્વરિત પગલે કામગીરીમાં જોડાઈ ગયું હતું, જેના પગલે હાલ લગભગ કામગીરી પૂર્ણતાના આરે છે.




Latest News