શ્રાવણ માસમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની અવિરત સેવા આપનારા સભ્યોને કરાવ્યો પ્રવાસ
SHARE









શ્રાવણ માસમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની અવિરત સેવા આપનારા સભ્યોને કરાવ્યો પ્રવાસ
મોરબીમાં સેવાનું પર્યાય એવું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા શ્રાવણમાસના પ્રારંભથી જ મોરબીના સ્લમ વિસ્તારોમાં બાળકો તથા લોકોને જમાડવાનો યજ્ઞ શરૂ કર્યો હતો. આ સેવાકાર્ય અનસ્ટોપેબલ વોરીયર્સના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનો તથા ભાઈઓ જોડાયા હતા. ત્યારે આ સેવાકાર્યમાં જોડાઈ સહકાર આપનાર ભાઈઓ-બહેનો માટે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના 50 થી વધુ સભ્યોએ સોમનાથ મહાદેવ, જૂનાગઢ ભવનાથ તળેટી, જટાશંકર મહાદેવ, પરબ વાવડી, ખોડલધામ (કાગવડ), શ્રી રામ ચરિત માનસ મંદિર રતનપર (યાત્રાધામ) સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રવાસમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વડીલોએ પણ દર્શન કરવાનો લાભ લીધો હતો.
