હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ નજીક બાઇકને હડફેટ લઇ યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે નોંધાયો ગુુનો


SHARE













મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ યુવાનનું મોત નીપજયું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પિતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાતાભેર ગામે રહેતો અજયભાઈ રમેશભાઈ સિણોજીયા કોળી (૨૪) નામનો યુવાન તેના મિત્ર અક્ષયકુમારના બાઇકમાં પાછળ બેસીને મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે નેક્સીઓન સીરામીક પાસેથી જતો હતો.ત્યારે અક્ષયકુમાર બાઇક ચલાવતો હતો.ત્યારે ત્યાં ટ્રક નંબર જીજે ૬ વાય ૬૪૯૨ ના ચાલકે તેઓના બાઇકે પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં અજયભાઈ અને અક્ષયકુમાર બંને રોડ ઉપર પડી ગયા હતા અને ટ્રકનો જોટો અજયભાઇ સિણોજીયાના માથાના ભાગે ફરી વળતા ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગે મૃતકના પિતા રમેશભાઈ કાનાભાઈ સિણોજીયા કોળી (૪૫) રહે.રાતાભેર તાલુકો હળવદ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત નંબરના ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવાતા હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.મિશ્રા દ્વારા ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાઇ છે.






Latest News