મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ
મોરબી વિનય ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાની લોકગીત સ્પર્ધામાં દ્વિતીય
SHARE
મોરબી વિનય ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાની લોકગીત સ્પર્ધામાં દ્વિતીય
મોરબીમાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરીના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લાકક્ષા ‘બાળ પ્રતિભા શોધ સ્પર્ધા’ ૨૦૨૪-૨૦૨૫ નું આયોજન સાર્થક વિદ્યામંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધા અંતર્ગત લોકગીત સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિની બ્લેસી હિતેશભાઈ બોડાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. અને સ્પર્ધાની તૈયાર કરવનાર શાળાના સંગીત શિક્ષક તુષારભાઇ ત્રિવેદી અને ભાર્ગવભાઈ દવે અને શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થી ગ્રંથ કાસુન્દ્રા પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું જે બદલ શાળાના સંચાલક, પ્રિન્સીપાલ, સંપૂર્ણ શાળા પરિવાર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતિ હિરલબેન વ્યાસે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા.