મોરબીના ઊંચી માંડલ નજીક બાઇકને હડફેટ લઇ યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે નોંધાયો ગુુનો
મોરબીના ઘુટું ગામ પાસે આવેલ જનકપુરીની પાછળ બાવળની જાળીમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એકની ધરપકડ
SHARE
મોરબીના ઘુટું ગામ પાસે આવેલ જનકપુરીની પાછળ બાવળની જાળીમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એકની ધરપકડ
મોરબી તાલુકા પોલીસની ટીમને મળેલી બાતમી આધારે ઘુટુ ગામે આવેલ જનકપુરી સોસાયટી પાછળના ભાગમાં તળાવના કાંઠે બાવળની જાળી પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૫૧ બોટલ દારૂ અને ૩૪ બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતીમાહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વનરાજભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે ઘુટું ગામે આવેલ જનકપુરી ની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૫૧ બોટલો મળી આવી હતી અને ૩૪ બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૮,૬૦૦ ની કિંમત નો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચિરાગ કારૂભાઈ હેણ જાતે રબારી (૨૨) રહે જનકપુરી સોસાયટી ઘુંટુ તાલુકો મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે