મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટું ગામ પાસે આવેલ જનકપુરીની પાછળ બાવળની જાળીમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એકની ધરપકડ


SHARE







































મોરબીના ઘુટું ગામ પાસે આવેલ જનકપુરીની પાછળ બાવળની જાળીમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એકની ધરપકડ

મોરબી તાલુકા પોલીસની ટીમને મળેલી બાતમી આધારે ઘુટુ ગામે આવેલ જનકપુરી સોસાયટી પાછળના ભાગમાં તળાવના કાંઠે બાવળની જાળી પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૫૧ બોટલ દારૂ અને ૩૪ બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સની  ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતીમાહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વનરાજભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે ઘુટું ગામે આવેલ જનકપુરી ની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૫૧ બોટલો મળી આવી હતી અને ૩૪ બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૮,૬૦૦ ની કિંમત નો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચિરાગ કારૂભાઈ હેણ જાતે રબારી (૨૨) રહે જનકપુરી સોસાયટી ઘુંટુ તાલુકો મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News