મોરબી વિનય ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાની લોકગીત સ્પર્ધામાં દ્વિતીય
મોરબીના ઊંચી માંડલ નજીક બાઇકને હડફેટ લઇ યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે નોંધાયો ગુુનો
SHARE







મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ યુવાનનું મોત નીપજયું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પિતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાતાભેર ગામે રહેતો અજયભાઈ રમેશભાઈ સિણોજીયા કોળી (૨૪) નામનો યુવાન તેના મિત્ર અક્ષયકુમારના બાઇકમાં પાછળ બેસીને મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે નેક્સીઓન સીરામીક પાસેથી જતો હતો.ત્યારે અક્ષયકુમાર બાઇક ચલાવતો હતો.ત્યારે ત્યાં ટ્રક નંબર જીજે ૬ વાય ૬૪૯૨ ના ચાલકે તેઓના બાઇકે પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં અજયભાઈ અને અક્ષયકુમાર બંને રોડ ઉપર પડી ગયા હતા અને ટ્રકનો જોટો અજયભાઇ સિણોજીયાના માથાના ભાગે ફરી વળતા ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગે મૃતકના પિતા રમેશભાઈ કાનાભાઈ સિણોજીયા કોળી (૪૫) રહે.રાતાભેર તાલુકો હળવદ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત નંબરના ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવાતા હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.મિશ્રા દ્વારા ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાઇ છે.
