મોરબીના ઘુટું ગામ પાસે આવેલ જનકપુરીની પાછળ બાવળની જાળીમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એકની ધરપકડ
મોરબીના લાલપર ગામ નજીકથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે બે ની ધરપકડ 4.24 લાખનો મુદ્દામાલ કબજે: ચાર ની શોધખોળ
SHARE
મોરબીના લાલપર ગામ નજીકથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે બે ની ધરપકડ 4.24 લાખનો મુદ્દામાલ કબજે: ચાર ની શોધખોળ
મોરબી નજીકના લાલપર ગામ પાસેથી પસાર થતી બોલેરો ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા ૪.૨૪ લાખના મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં બે આરોપીની ધરપકડ કરી છે અને ચાર શખ્સો ના નામ ખુલ્યા હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી માહિકી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે આઈકર ભવન સામેથી બોલેરો ગાડી નંબર જીજે ૧૩ એએકસ ૨૯૭૪ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી તે ગાડીમાં બે શખ્સો બેઠેલા હતા અને આ ગાડીમાંથી ૧૦૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૨૦હજાર રૂપિયા ની કિંમત નો દારૂનો જથ્થો તથા ચાર લાખ રૂપિયાની કિંમતની ગાડી અન્ય મુદામાલ મળીને કુલ ૪.૨૪ લાખનો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી અનિલભાઈ કડવાભાઈ ચૌહાણ (૨૬) રહે ચિરોડા ચોટીલા અને કાળુભાઈ મગનભાઈ સરવૈયા (૨૦) રહે મોટી મોલડી ચોટીલા વાળા ની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓની પ્રાથમિક પૂછપરછ માં ફરીદા જયંતિ ચૌહાણ રહે. ચીરોડા શાહરૂખ પઠાણ મોરબી, મનસુખ ઉર્ફે મયો મોરબી અને અનવર ઉર્ફે દડી મોરબી વાળાના નામ સામે આવ્યા હોય છ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે