હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ: ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા તા. ૩૦ સુધી લંબાવાઈ


SHARE













મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ: ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા તા. ૩૦ સુધી લંબાવાઈ

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની  સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ - ૨૦૨૪ માટેની ચોથા તબક્કાની ( વહેલા તે પહેલાના ધોરણે) પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ ૩૦-૦૯-૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ  રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1.Internet Banking. 2.Credit Card 3.UPI ID - UPI QR Code. 4.NEFT. વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જિલ્લાના દરેક આઈ.ટી.આઈ. ખાતે ૧૦:૦૦ થી ૦૬:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની, રોજે રોજ મેરિટને આધારે પ્રવેશ આપવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. વધુ માહિતી માટે સંસ્થાની https://itimorbi.gujarat.gov.in/ વેબ સાઈટની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૩) જાતી/ કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS), (૪) આધાર કાર્ડ, (૫) પાસપોર્ટ સાઇઝ ફોટો, (૬) બેંક પાસબુક (મરજીયાત) (૭) આવકનો દાખલો સહિત જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે તેમ મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.






Latest News