માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ક્યાંય સફાઈ કર્મચારી પાસે મેલું ઉપાડવાની કે અસ્વચ્છ શૌચાલય સાફ કરાવવાની કામગીરી કરાવતી નથી તેવો સર્વે કરાયો


SHARE















મોરબી જિલ્લામાં ક્યાંય સફાઈ કર્મચારી પાસે મેલું ઉપાડવાની કે અસ્વચ્છ શૌચાલય સાફ કરાવવાની કામગીરી કરાવતી નથી તેવો સર્વે કરાયો

ભારત સરકારના સુપ્રિમ કોર્ટના તા.૨૦/૧૦ ના ચુકાદા મુજબ મોરબી જિલ્લામાં ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ રીહેબીલીટેશન એક્ટ-૨૦૨૧૩મુજબ જિલ્લામાં હજુ પણ ક્યાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ તથા અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines)ની સફાઈનું કામ થતું હોય તેને રોકવા માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી અન્વયે મુજબ મોરબી જિલ્લાની તમામ નગરપાલિકા તથા તાલુકા પંચાયત દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સર્વેની કામગીરીમાં મોરબી જિલ્લામાં ક્યાંય પણ મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines)  જોવા મળ્યા નથી. આ સર્વે અંતર્ગત જો કોઈપણ વ્યક્તિને વાંધા હોય તો સંબંધિતોએ જિલ્લાની સંબંધિત નગરપાલિકા/તાલુકા પંચાયતમાં દિન-૦૨ માં જરૂરી આધાર પુરાવા સહિત જાણ કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આ બાબતનો કોઈ વાંધો માન્ય રહેશે નહીં. જેની નોંધ લેવા અધ્યક્ષ જિલ્લા સર્વે સમિતિ તથા  જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.






Latest News