મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ: ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા તા. ૩૦ સુધી લંબાવાઈ
શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ભય નહીં અભયનો માહોલ હોવો જોઈએ, તો વિદ્યાર્થી ખીલી ઉઠશે: પરસોતંભાઈ રૂપાલા
SHARE









શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ભય નહીં અભયનો માહોલ હોવો જોઈએ, તો વિદ્યાર્થી ખીલી ઉઠશે: પરસોતંભાઈ રૂપાલા
આજે શિક્ષક દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની વીસી હાઇસ્કૂલ ખાતે કેન્દ્રના પૂર્વ મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે ખાસ કરીને પુર્વ કેન્દ્રીય મંત્રીએ શિક્ષકોને ટકોર કરી હતી કે શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ભય નહીં પરંતુ અભયનો માહોલ હોવો જોઈએ અને વિદ્યાર્થીના મનમાં જે કોઈ પ્રશ્ન ઊઠે તે ખુલ્લા મનથી તે શિક્ષકને પૂછી શકે અને તેને જવાબ મળે તેવો માહોલ હોય તો બાળક ખીલી ઉઠશે અને સમાજને ઉત્તમ નાગરિક મળશે.
ડો. રાધાકૃષ્ણ પલ્લી ના જન્મદિવસને ભારત દેશની અંદર શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે સમગ્ર દેશની અંદર જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમો યોજાતા હોય છે અને તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ શિક્ષકોના સન્માન સમારોહ પણ યોજતા હોય છે ત્યારે મોરબી જિલ્લા કક્ષાનો શિક્ષકદિનનો કાર્યક્રમ મોરબીમાં આવેલ વીસી હાઇસ્કુલ ખાતે યોજાયો હતો જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, મોરબીના કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી સહિતના અધિકારીઓને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને આ તકે મોરબી જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષકોને શિલ્ડ અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા
ત્યારબાદ કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને સંબોધતા પુર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ અને શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હવે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી તે પ્રશ્નો ઉભો થયો છે ત્યારે શિક્ષકોએ શાળાની અંદર વિદ્યાર્થીઓને આવું ગમે તે પ્રકારના વાતાવરણનું નિર્માણ કરવું પડશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી અને શિક્ષકોને ખાસ ટકોર કરી હતી કે ક્લાસરૂમની અંદર વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ભય નહીં પરંતુ અભયનો માહોલ હોવો જોઈએ જેથી કરીને વિદ્યાર્થીના મનમાં ઊઠેલા દરેક પ્રશ્નો તે શિક્ષકને પૂછી શકે અને તેના જવાબ મેળવી શકે અને જો આવું વાતાવરણ હશે તો જ વિદ્યાર્થી ક્લાસરૂમમાં ખીલી ઉઠશે અને સમાજને ભવિષ્યમાં ઉત્તમ નાગરિક મળશે.
આ ઉપરાંત તેણે વર્તમાન સમયના વાલીઓ વિશે પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે વર્તમાન સમયમાં બે પ્રકારના વાલીઓ છે જેમાં એક પ્રકારના વાલીઓને એ પણ ખબર નથી હોતી કે તેમનું સંતાન કયા ધોરણમાં અભ્યાસ કરે છે અને બીજા એ પ્રકારના વાલીઓ છે કે, જે તેમના સંતાનોને ભણતર માટે વધુમાં વધુ પ્રેશર કરતા હોય છે ત્યારે શિક્ષકોની જવાબદારી છે કે, વિદ્યાર્થીઓના વાલીઓનું કાઉન્સિલિંગ કરીને વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા મુજબના શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધી શકે તે પ્રકારનો માહોલ બનાવી આપવો પડશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2047 માં દેશને વિકસિત ભારત બનાવવાનો લક્ષ્યાંક રાખીને કામ કરી રહ્યા છે જો કે, મોરબીમાં યોજાયેલા કાર્યક્રમમાં એક નાના બાળકે તે સ્પીચ આપી હતી જેને સાંભળીને તેઓએ કહ્યું હતું કે, આ બાળકને જોતાં અને સાંભળતા એટલું ચોક્કસ કહી શકાય કે આવી રીતનું ઘડતર જો સરકારી શાળાઓમાં કરવામાં આવે તો વર્ષ 2047 પહેલા દેશ વિકસિત ભારત બની જશે. અને અંતમાં પરસોતમભાઈએ કહ્યું હતું કે, જાહેર જીવના અને રાજય તેમજ દેશના વિવિધ હોદ્દાઓ ઉપર રહેવાનો મોકો મળ્યો છે. જેથી અનેક સ્થળે મારૂ સન્માન પણ કરવામાં આવ્યું છે જો કે, મારા કોઈ વિદ્યાર્થી મારી પાસે આવીને મારા પગ પકડે છે તેવી અનુભૂતિ મને બીજી કોઈ જગ્યાએ મળતી નથી.
