માળીયા (મી) શહેર અને તાલુકામાં નુકશાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની આપની માંગ
મોરબી જીલ્લામાં છ મહિનાથી ચાલતી કેમિકલ ચોરીના ગુનામાં બે પત્રકારોની ધરપકડ
SHARE
મોરબી જીલ્લામાં છ મહિનાથી ચાલતી કેમિકલ ચોરીના ગુનામાં બે પત્રકારોની ધરપકડ
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં કેમિકલ ચોરી, પેટ્રોલ અને ડિઝલની ચોરી કરવામાં આવતી હોય છે આવી જ રીતે થોડા સમય પહેલા હળવદ શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ કારખાના પાછળ ટેંકર ઊભું રાખવામા આવ્યું હતું અને તેમાંથી કેમીકલની ચોરી કરતાં હતા ત્યારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરીને કુલ 63.17 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને અંધારનો લાભ લઈને ત્રણ શખ્સો ત્યાંથી નાશી ગયા હતા, જે બનાવમાં હળવદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ હતી જેમાં પોલીસે હાલમાં હળવદના બે પત્રકારોની ધરપકડ કરેલ છે અને એક પત્રકારને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, બીજા પત્રકારને રિમાન્ડની માંગણી સાથે કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
થોડા સમય પહેલા હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર શક્તિનગર ગામ પાસે આવેલ આઈમાતા હોટલ સામે શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યા શકિત એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે ટેન્કર ઊભું રાખીને તેમાંથી ત્રણ શખ્સો કેમીકલની ચોરી કરી રહ્યા હતા ત્યારે એલસીબીની ટીમે ત્યાં રેઇડ કરી હતી. અને ત્યારે કેમિકલ ચોરી કરી રહેલા ત્રણેય શખ્સો અંધારાનો લાભ લઈ નાશી ગયા હતા જેથી કરીને શકપડતી મિલ્કત તરીકે પોલીસે ત્યથી ટેન્કર નંબર આરજે 12 ડબલ્યુ 9237, બોલેરો ગાડી નંબર જીજે 27 ટીટી 7634, ટેન્કરમાંથી કાઢેલ 1905 લિટર કેમીકલ, ટેન્કરમાં ભરેલ કેમીકલ 30,700 લિટર, એક મોબાઇલ ફોન અને અન્ય સાધનો મળીને કુલ 63,17,702 નો મુદામાલ કબજે કર્યો હતો.
જે બનાવમાં ગાંધીધામના કીડાણા ગામે રહેતા લલીતભાઈ સાંઈબાબા બીરારીસ જાતે પાટીલ (32)એ હળવદ પોલીસ સ્ટેશને ટેન્કર નં GJ 12 BW 9237 નો ડ્રાઇવર ઇમરાન મહેંદીહસન અને બોલેરો પીકઅપ નં GJ 27 TT 7634 ના ચાલક તેમજ એક અજાણ્યો ઇસમ આમ ત્રણ સામે ફરિયાદ કરેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, હળવદ નજીક શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમા આધ્યા શક્તિ એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે ટેન્કરને ઊભું રાખીને તેમાંથી એનાલીન કેમીકલ જે ખુબ જ જોખમકારક છે. તે કેમીકલની વાસ વધુ માત્રામા જો શ્વાસમા ભળી જાય તો પણ માણસનુ મ્રુત્યુ થઈ શકે તેવુ જાણતા હોવા છતા પણ ટેન્કરનું શીલ તોડીને બોલેરો પીકઅપમાં રાખવામા આવેલ 35 લીટરની ક્ષમતા વાળા 1 કેરબામા 4,830 ની કિમતનું કેમિકલ કાઢીને કેમિકલની ચોરી કરવામાં આવી હતી.
જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશને પોલીસે બી.એન.એસ. કલમ ૩૧૬(૩), ૧૧૦, ૫૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ કેસની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ કરી રહ્યા હોય તેમના દ્વારા કેમિકલ ચોરીના ગુનામાં બે પત્રકારોની ધરપકડ કરવામાં આવેલ છે જેની માહિતી આપતા તપાસનીસ અધિકારી જણાવ્યુ હતું કે, કેમિકલ ચોરીના ગુનામાં પત્રકાર મેહુલભાઈ મસરૂભાઇ દોરલા જાતે ભરવાડ (31) રહે. સરંભડા રહે. સુનિલનગર હળવદ વાળાની ગઇકાલે મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી અને તેને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે રિમાન્ડ મંજૂર કરેલ નથી અને તેની જામીન અરજીને પણ કોર્ટે રદ કરી છે જેથી તેને જેલ હવાલે કરવા માટેની કાર્યવાહી કરેલ છે
આ ગુનામાં બળદેવભાઈ શંકરભાઇ દોરલા જાતે ભરવાડ (34) રહે. રાણેકપર હળવદ વાળાની પણ આજે સાંજે ધરપકડ કરવામાં આવેલ છે. વધુમાં અધિકારી એવું પણ જણાવ્યુ છે કે, પત્રકાર મેહુલભાઈ ભરવાડના મામાનો દીકરો અમદાવાદમાં રહે છે તે પણ આમાં સંડોવાયેલ છે અને છેલ્લા છ મહિના જેટલા સમયથી આ કેમિકલ ચોરી ચાલી રહી હતી. જે બે પત્રકારને કેમિકલ ચોરીના ગુનામાં પકડવામાં આવેલ છે તે બંનેના રોલ વિષે પૂછાતા અધિકારી જણાવ્યુ હતું કે, હળવદ વિસ્તારમાં ટેન્કર સહિતના વાહનોને ઊભા રાખીને કેમિકલ કાઢવામાં આવે ત્યારે તમામ પ્રકારની સગવડ પૂરી પાડવાનો હતો.
પહેલા ત્રણ આરોપીને પકડ્યા હતા
હળવદ તાલુકા પોલીસ પાસેથી મળી રહેલા માહિતી મુજબ આ ગુનામાં આગઉ આરોપી અમીતભાઇ દિનેશભાઇ નીનામા રહે. નારોલ રાણીપુર ગામ અમદાવાદ, હરેશભાઇ મયાભાઇ ગોલતર રહે. નારોલ રાણીપુર ગામ ભરવાડ વાસ અમદાવાદ અને કાળુભાઇ ઉર્ફે ગડો કેશાભાઇ દેથરીયા રહે. જી.આઇ.ડી.સી. વિસ્તાર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે. આમ કુલ મળીને કેમિકલ ચોરીના ગુનામાં અત્યાર સુધીમાં પાંચ આરોપી પકડાયેલ છે.