માળીયા (મી) શહેર અને તાલુકામાં નુકશાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની આપની માંગ
SHARE
માળીયા (મી) શહેર અને તાલુકામાં નુકશાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની આપની માંગ
માળીયા (મી) માં મામલતદારને ભારે વરસાદ અને મરછુ નદીમાંથી છોડાયેલ પાણીથી માળીયા મી શહેરમાં અને તાલુકામાં પુરની પરિસ્થિતિ સર્જાયેલ હતી જેનો યોગ્ય વળતર ચુકવવાની માંગ કરવામાં આવી છે અને માળીયા (મી) શહેરની આમ આદમી પાર્ટી ટીમએ લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, અતિ ભારે વરસાદના કારણે માળીયા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ૮ થી ૯ ફુટ જેટલા પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને લોકોના કાચા મકાનો અને દિવાલોને નુકસાન થયેલ છે તેમજ ઘર વખરીમાં પણ મોટું નુકશાન છે આટલું જ નહીં ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી જતાં તેમાં પણ નુકશાન થયેલ છે જેથી તાત્કાલિક સર્વે કરીને વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે માળીયા (મી) શહેરના પ્રમુખ જેડા તૈયબભાઈ, જુસબભાઈ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા