હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના લીધેલ રૂપિયા પાછા ન આપનારા યુવાનને ઓફિસે બોલાવીને ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં ઉછીના લીધેલ રૂપિયા પાછા ન આપનારા યુવાનને ઓફિસે બોલાવીને ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ બેકરીની ઉપરના ભાગમાં આવેલ ઓફિસે બોલાવીને ઉછીના રૂપિયા લેનાર યુવાનને રૂપિયા પાછા આપ્યા ન હોવાથી તે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી. જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ઉમા ટાઉનશીપમાં આલ્ફા હોમ બી-501 માં રહેતા હાર્દિકભાઈ કાંતિભાઈ બોપલિયા (28)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચેતન વરમોરા રહે. ક્રાંતિજ્યોત મહેન્દ્રનગર, મયુરસિંહ જાડેજા રહે. મોરબી અને અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે તેને ચેતન પાસેથી ફરિયાદી હાથ ઊંચીના એક લાખ રૂપિયા લીધા હતા જે તેણે પરત આપ્યા ન હતા જે બાબતનો ખાર રાખીને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કભીભી બેકરીની ઉપરના ભાગમાં ચેતન વરમોરા અને મયુરસિંહ જાડેજાની ઓફિસે આવેલ છે ત્યાં તેને બોલાવ્યો હતો અને ત્યારે ત્રણેય શખ્સો ત્યાં હાજર હતા અને તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને ઢિકાપાટુનો માર માર્યો હતો ત્યારે મયુરસિંહ જાડેજાએ પ્લાસ્ટિકના ધોકા વડે જેમ ફાવે તેમ ફરિયાદીને માર માર્યો હતો તેમજ ફરિયાદીને માર મારવાની જે ઘટના બની હતી તેની કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News