મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જીટીપીએલના સંચાલકની ઓફિસ કેબલ ઓપરેટરે સળગાવી: બે સામે ફરિયાદ


SHARE











મોરબીમાં જીટીપીએલના સંચાલકની ઓફિસ કેબલ ઓપરેટરે સળગાવી: બે સામે ફરિયાદ

મોરબીના રવાપર રોડ ઉપર એચડીએફસી ચોક પાસે આવેલ ઘનશ્યામ પ્લાઝામાં જીટીપીએલની ઓફિસના દરવાજાને કેબલ ઓપરેટરે જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાપી દીધી હતી જેથી કરીને જીટીપીએલનું સંચાલન સંભાળતા આધેડ દ્વારા હાલમાં એક કેબલ ઓપરેટર સહિત કુલ બે વ્યક્તિઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ શિવાલય હાઈટસ ખાતે રહેતા અને મોરબી જિલ્લામાં જીટીપીએલ કેબલ કનેક્શનનું સંચાલન સંભાળતા દિનેશભાઈ જયંતીલાલ પંડ્યા (56)એ હાલમાં મોરબી એ  ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુનેદ ગુલામહુસેન પીલુડિયા રહે. મહેન્દ્રપરા અને તેની સાથે આવેલ એક અજાણ્યો માણસ આમ કુલ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના રવાપર રોડ ઉપર એચડીએફસી ચોક ઘનશ્યામ પ્લાઝામાં તેઓની જીટીપીએલની ઓફીસ આવેલ છે અને જૂનેદ ગુલામહુસેન પીલુડિયા જે કેબલ ઓપરેટર તરીકે કામ કરતો હોય તેની સાથે જોડાયેલ છે અને તેણે ફરિયાદી પાસેથી હાથ ઉછીના 50 હજાર રૂપિયા માંગ્યા હતા જોકે, રૂપિયાની સગવડ ન હોવાથી ફરિયાદીએ તેને રૂપિયા આપવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ તેઓની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં તેમની ઓફિસના દરવાજા ઉપર જ્વલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી જેથી કરીને ઓફિસમાં અને દરવાજામાં 50,000 જેવી નુકસાની થયેલ છે હાલમાં જીટીપીએલના સંચાલક દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News