મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રદ્ધા સોસાયટી પાસે જાળી જાખરામાંથી દારૂની 24 બોટલ સાથે એક પકડાયો


SHARE











મોરબીમાં શ્રદ્ધા સોસાયટી પાસે જાળી જાખરામાંથી દારૂની 24 બોટલ સાથે એક પકડાયો

મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ શ્રદ્ધા સોસાયટીમાં જાળી જાખરામાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની 24 બોટલ મળી આવતા પોલીસે 8,160 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ અમરેલી રોડ ઉપર શ્રદ્ધા સોસાયટીની પાછળના ભાગમાં જાળી જાખરામાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 24 બોટલ મળી આવતા પોલીસે 8,160 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા (21) રહે. શ્રદ્ધા પાર્ક સોસાયટી, યમુના સોસાયટીની બાજુમાં મોરબી વાળાની ધરપકા કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ કરી છે

બે બોટલ દારૂ
મોરબીના સનાળા ઘુનડા રોડ ઉપર આવેલ મંદિર પાસેથી ડબલ થવાની બાઈક નંબર જીજે 36 એ 3395 પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 30,600 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી માવજીભાઈ રામજીભાઈ પરમાર (23) રહે પીઠડ તાલુકો જોડીયા અને જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ સોઢા (21) રહે. શનાળા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News