મોરબીના બંધુનગર ગામે શાળામાં તમાકુના વ્યસન મુક્તિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ
મોરબીના રોટરીગ્રામ(અ), બગથળા, નવાસાદુળકા અને ભરતનગર ગામની ૩૫૦ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેશનું વિતરણ
SHARE
મોરબીના રોટરીગ્રામ(અ), બગથળા, નવાસાદુળકા અને ભરતનગર ગામની ૩૫૦ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેશનું વિતરણ
જગત જનની આદ્યશક્તિ મા જગદંબાના નવલા નોરતા એટલે શક્તિ ઉપાસનાનાં દિવસો, ગુજરાતીઓ માટે રાસ ગરબાની પરંપરાને ઉજાગર રાખવાના દિવસો, મા જગદંબાના સ્વરૂપ નાની નાની દીકરીઓ પારંપરિક આભૂષણો ધારણ કરી મા જગદંબાના ગરબા રમી શકે તે હેતુથી સ્વ. પિતા વિઠલભાઈ ચકુભાઇ પાંચોટીયાના સ્મરણાર્થે રાજુભાઈ, ભુપતભાઇ અને વિજયભાઈ તરફથી રોટરીગ્રામ (અ ), બગથળા, નવાસાદુળકા અને ભરતનગર પ્રાથમિક શાળાની ૩૫૦ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, યજ્ઞ, તપ અને દાનનો ભારતિય સંસ્કૃતિમા વિશેષ મહિમા રહ્યો છે ત્યાંરે છેલ્લા ઘણા વર્ષોથી દિપનિધિ ઈમીટેશન મોરબી દર વર્ષે નવરાત્રિ ઉત્સવ નિમિત્રે શાળાની દીકરીઓને અલગ અલગ વસ્તુઓની લહાણી કરી સાત્વિક દાનની પરંપરાને ઉજાગર કરે છે. "શુર હજારોમા એક મળે પણ દાતા લાખોમા કે અનેકમા એક મળે " દિપનિધિ ઈમીટેશન તરફથી મોરબીની આજુબાજુની શાળામા દર વર્ષે શૈક્ષણિક અનુદાન આપી સાચા અથઁમાં દાનના મહિમાને ચરિતાર્થ કરે છે. શિક્ષણના મહાયજ્ઞમા દર વર્ષે વિત્તનું સમિધ ધરતા રહેલા દિપનિધી ઈમીટેશનનું ચારેય શાળા વતી ૠણ સ્વીકાર કરવામાં આવે છે.