મોરબી-વાંકાનેર હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા સમયે એક ટ્રક બીજા ટ્રક સાથે અથડાતા અકસ્માત
મોરબીના બંધુનગર ગામે શાળામાં તમાકુના વ્યસન મુક્તિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ
SHARE
મોરબીના બંધુનગર ગામે શાળામાં તમાકુના વ્યસન મુક્તિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ
મોરબીના લાલપર પ્રા. આ. કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય મંદીર મકનસર-૧ દ્વારા પ્રાથમિક શાળા બંધુનગર ખાતે વિધ્યાર્થીઓ દ્વારા તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૪૦ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી.મહેતા અને ડો. દીપક બાવરવા (EMO) અને ડો. રાહુલ કોટડીયા (THO) ની સૂચના થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના એમ.ઓ. ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવાને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ હતી તથા પોષણમાસ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપેલ તથા વ્યક્તિગત સ્વચ્છતા રાખવા જણાવેલ તથા આરોગ્ય સ્ટાફ કિંજલબેન પરમાર,પિયુષભાઈ મકવાણા,મોનિકાબેન ઝણકાટ તથા પ્રિન્સિપલ અમુલભાઈ એન. જોષી તથા શિક્ષકો દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવેલ છે. અને આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ તેમજ વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરેલ હતા.