મોરબીના રોટરીગ્રામ(અ), બગથળા, નવાસાદુળકા અને ભરતનગર ગામની ૩૫૦ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેશનું વિતરણ
મોરબીના જેતપર ખાતે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના જેતપર ખાતે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે અન્વયે ૧૭ સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકામાં જેતપર ગામે જેતપર કુમાર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરઘી, ડીડીઓ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને રાજય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજય સરકારની સેવાઓ સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તે હેતુ ધ્યાને લઇ સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ (ગ્રામ્ય) દસમો તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે મોરબીના જેતપર ગામે કુમાર પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેનો રાપર, પીલુડી, અણીયારી, બહાદુરગઢ, સાપર, વાઘપર, જેતપર, જસમતગઢ, ગુંગણ, જીવાપર ચકમપર રંગપર, ગાળા, સહિતના લોકોએ લાભ લીધેલ હતો.