આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામ પાસે ગણેશ વિસર્જન માટે ગયેલા યુવાને પાણીમાં ડૂબી રહેલા બાળકને બચાવીને જીવતદાન આપ્યું


SHARE













મોરબીના નાની વાવડી ગામ પાસે ગણેશ વિસર્જન માટે ગયેલા યુવાને પાણીમાં ડૂબી રહેલા બાળકને બચાવીને જીવતદાન આપ્યું

મોરબી નજીકના નાની વાવડી ગામ પાસે ગણપતિના વિસર્જન માટે જે લોકો ગયા હતા તેમને ખબર પડી હતી કે ત્યાં નાની વાવડી ગામ પાસે આવેલ તળાવમાં એક બાળક ડૂબી રહ્યો છે જેથી કરીને તે બાળકને ગણેશ વિસર્જન માટે ગયેલા યુવાનોમાંથી એક યુવાને સલામત રીતે બચાવીને બહાર કાઢી લીધો હતો

જાણવા મળતી માહિતી મુજબ આજે ગણેશ વિસર્જન માટે તેને જુદી જુદી જગ્યા ઉપર લોકો જતા હોય છે અને અગાઉ ગણેશ વિસર્જન દરમિયાન ઘણી જગ્યાએ દુર્ઘટના બનતી હોય તેવું પણ સાંભળવા મળ્યું છે ત્યારે આ વખતે મોરબીમાં સલામત રીતે ગણેશ વિસર્જન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી દરમિયાન મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ તળાવમાં ગણેશ વિસર્જન માટે થઈને કેટલાક યુવાનો ગયા હતા ત્યારે ત્યાં ગણેશ વિસર્જન કરવા માટે ગયેલા યુવાનોને જાણવા મળ્યું હતું કે, કોઈ બાળક ત્યાં તળાવમાં ડૂબી રહ્યો છે જેથી કરીને તે બાળકને સલામત રીતે પાણીમાંથી બચાવીને યુવાને બહાર કાઢી લીધો હતો. આમ બાળકને જીવનદાન મળ્યું હતું.






Latest News