અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી નિમિતે ટીબીના દર્દીઓને કચ્છના સાંસદ તરફથી પોષણ કીટનું વિતરણ કરાયું ડીઝલ ચોરી થાય તે પહેલા પોલીસ ત્રાટકી: માળીયા (મી)ના ફતેપર પાસેથી 36.10 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ મોરબી નજીક કારખાનામાં કામ દરમ્યાન લીફ્ટમાં ફસાઈ જવાથી ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર ક્રાઇમના જુદાજુદા બે ગુનામાં બે સગાભાઈની ધરપકડ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ઋષિકુમારો સહિતના બાળકોને વસ્ત્રો અર્પણ કરતાં ધારાસભ્ય


SHARE











વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ઋષિકુમારો સહિતના બાળકોને વસ્ત્રો અર્પણ કરતાં ધારાસભ્ય

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા અનેક સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ઋષિકુમારો સહિતના બાળકોને વસ્ત્રો આપવામાં આવ્યા હતા અને ઋષિકુમાર સહિતના ભૂદેવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ધયું માટે ખોખરા હનુમાનને પ્રાર્થના કરી હતી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74 માં જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ જુદા જુદા સેવાકિયા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા દરમિયાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લાના પ્રમુખ બાબુભાઈ પરમાર સહિતના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો

આ તકે ખોખરા હનુમાન હરિહર ગામ ખાતે રહીને સંસ્કૃતનું શિક્ષણ મેળવતા ઋષિકુમારો દ્વારા નરેન્દ્ર મોદીના દીર્ધયું માટે ખોખરા હનુમાનને પ્રાર્થના કરવામાં આવી હતી અને ત્યારે સંસ્કૃતનો અભ્યાસ કરતા ઋષિકુમારો સહિતના કુલ 125 થી વધુ બાળકોને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તરફથી વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, દેશની જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સેવા કરવામાં આવી રહી છે તેવી જ સેવા તેઓ વર્ષો સુધી કરતા રહે તેના માટે ઋષિકુમારોએ ભગવાનને પ્રાર્થના કરી છે અને અંતમાં તેઓએ જણાવ્યુ હતું કેજ રીતે અનેક જગ્યાએ જુદાજુદા કાર્યક્રમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશમાં કરવામાં આવી રહી છે આવું ભૂતકાલમાં કયારેય કોઈ નેતા માટે તેઓએ દેશમાં જોયું નથી અને ભવિષ્યમાં કયારેય કોઈ નેતા માટે જોવા મળશે પણ નહીં તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News