હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

લાલચ બૂરી બલા હૈ: મોરબીના યુવાનને કંપનીમાં રોકાણ કરીને વધુ વળતરની લાલચ આપીને 36.11 લાખની છેતરીપિંડી


SHARE

















લાલચ બૂરી બલા હૈ: મોરબીના યુવાનને કંપનીમાં રોકાણ કરીને વધુ વળતરની લાલચ આપીને 36.11 લાખની છેતરીપિંડી

મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા યુવાનને કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને વધુ વળતર અપાવવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી અને તે યુવાનનો વિશ્વાસ કેળવી તેને ભરોસામાં લઈને ટેકનિકલ માધ્યમથી યુવાન પાસેથી ઓનલાઈન જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં પૈસા મંગાવવામાં આવ્યા હતા અને 36,11,050 તેની પાસેથી મેળવી લીધા બાદ આજ દિવસ સુધી તે યુવાનને પૈસા પરત આપવામાં આવ્યા નથી જેથી તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં એક મોબાઈલ નંબર તથા સાત જુદા જુદા બેન્ક એકાઉન્ટના ધારકોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામે ન્યુ પ્લોટ એરિયામાં ઢાળ વિસ્તારમાં રહેતા અજયકુમાર મનભરન સિંહ રાજપૂત (36) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નંબર 76568 07450 તથા Federal Bank બેન્ક ખાતા-9998012403399, Indian Bank બેન્ક ખાતા-7785158532, IDFC First Bank ખાતા નં-5555498762, Bandhan Bank ખાતા નં-20200047418040, Federal Bank ખાતા નંબર-11660100315652, NSDL Payments Bank Ltd ખાતા નં-501026789951 Federal Bank ખાતા નં-12790100325093 ના ધારકો ની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીના મોબાઈલ નંબર ઉપરથી ફરિયાદી યુવાનને ફોન કર્યો હતો અને ત્યારબાદ વ્હોટ્સએપ અને ટેલિગ્રામમાં ડીસીએક્સ કંપનીનું નામ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે વધુ વળતર અપાવવાની લાલચ આપી હતી અને યુવાનને વિશ્વાસમાં લઈને ભરોસો કેળવ્યા બાદ તેની પાસેથી ટેકનિકલ માધ્યમથી જુદા જુદા સાત બેન્ક એકાઉન્ટમાં સમયાંતરે રૂપિયા મેળવવામાં આવ્યા હતા અને ફરિયાદીએ એ.કે. ઇન્ડસ્ટ્રીઝ પેઢીના આઈસીઆઈસીઆઈ બેન્કના એકાઉન્ટમાંથી 36, 11,050 રૂપિયા આપ્યા હતા જે આજ દિવસ સુધી ફરિયાદી યુવાનને પાછા આપવામાં આવ્યા નથી અને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.મકવાણા ચલાવી રહ્યા છે

બાઇક ચોરી

મોરબીના ભડિયાદ કાંટા પાસે આવેલ રામદેવનગરમાં મકાન નંબર 27 ખાતે રહેતા ખીમજીભાઈ રવજીભાઈ પરમાર (43)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, ભડિયાદ કાંટા પાસે આવેલ સમાજ વાડીની બાજુમાં તેને પોતાનું બાઈક નંબર જીજે 3 એફબી 0390 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News