વાંકાનેર શહેર-માળિયા (મી)ના મોટાભેલામાં જુગારની રેડ: 6 શખ્સો જુગાર રમતા પકડાયા
SHARE









વાંકાનેર શહેર-માળિયા (મી)ના મોટાભેલામાં જુગારની રેડ: 6 શખ્સો જુગાર રમતા પકડાયા
વાંકાનેર શહેરમાં નાગાબાવાના મંદિર સામે ઈંટોના ભઠ્ઠા પાસે જુગારની રેડ કરી હતી તેમજ માળિયા તાલુકાના મોટાભેલા ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને કુલ મળીને જુગાર રમતા 6 શખ્સોને પકડવામાં આવ્યા હતા અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુના નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
વાંકાનેર શહેરમાં નાગાબાવાના મંદિરની સામે ઈંટોના ભઠ્ઠા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રમેશભાઈ હીરાભાઈ મકવાણા (42), ઉમેશભાઈ મનસુખભાઈ વીકાણી (39), મહેશભાઈ ગોવિંદભાઈ પલાણી (38) અને સંજયભાઈ કાનજીભાઈ ધીણોજા (36) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 3,400 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા તાલુકાના મોટાભેલા ગામે હાઇસ્કુલની સામેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અશોકભાઈ કારાભાઈ સોમાણી (24) અને અશોકભાઈ શીવાભાઈ સોમાણી (21) રહે. બંને મોટાભેલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,450 ની રોકડ કબજે કરી હતી અને માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
