લાલચ બૂરી બલા હૈ: મોરબીના યુવાનને કંપનીમાં રોકાણ કરીને વધુ વળતરની લાલચ આપીને 36.11 લાખની છેતરીપિંડી
ગોકળગતીએ સર્વેથી ત્રાહિમામ: મોરબી તાલુકામાં સરકારી સહાયની આશા છોડીને ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું !
SHARE









ગોકળગતીએ સર્વેથી ત્રાહિમામ: મોરબી તાલુકામાં સરકારી સહાયની આશા છોડીને ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું !
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે એકાદ મહિના પહેલા ખૂબ ભારે વરસાદ થયો હતો ને ત્યારે ખેડૂતોના ખેતર ની અંદર એક થી બે ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા જોકે આ પાણી સુકાઈ ગયા અને પાક બળી ગયા ત્યાં સુધી સર્વે કરવા માટે તેને ઘણી જગ્યાએ ટીમો પહોંચી નથી આવો જ ઘાટ બગસરામાં જોવા મળી રહ્યો છે ત્યારે બગસરાના ખેડૂતોએ સર્વેયરની રાહ જોયા વગર હવે પોતાના ખેતરની અંદર ટ્રેક્ટર ફેરવીને નિષ્ફળ ગયેલા પાકને ઉખેડવાનું શરૂ કરી દીધું છે.
મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ગત મહિનાની તારીખ 24, 25, 26 મી ઓગસ્ટ આસપાસમાં ખૂબ ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં તો પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં પણ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય મોરબી અને માળિયા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી કરીને તંત્ર દ્વારા 29 જેટલી સર્વે માટેની ટીમોને કામે લગાડવામાં આવી છે પરંતુ અફસોસ ની વાત એ છે કે એક સર્વેયર પાસે અંદાજે ચાર થી પાંચ ગામની સર્વે કરવા માટેની જવાબદારી હોય તે આજની તારીખે પણ ઘણી જગ્યાએ ખેડૂતોના ખેતર સુધી પહોંચી શક્યા નથી.
આવી જ પરિસ્થિતિ મોરબી તાલુકાના બગથળા ગામમાં જોવા મળી રહી છે આ ગામના ખેડૂતો દિનેશભાઇ મેવા, નવીનભાઈ ઘુમાલિયા અને અંબારામભાઈ દલસાણીયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અંદાજે એકાદ મહિના પહેલા જ્યારે ખૂબ ભારે વરસાદ પડ્યો હતો ત્યારે તેઓના સીમ વિસ્તારમાં જે 18,000 વીઘા ખેતીની જમીન આવેલી છે તે ખેતીની જમીનમાં ખેડૂતોએ કપાસ અને મગફળી સહિતના પાક લેવા માટે થઈને વાવેતર કર્યું હતું અને તેમાં લગભગ એક સપ્તાહ જેટલા સમય સુધી એક થી બે ફૂટ જેટલું પાણી ભરાયેલું હોવાના કારણે તેમનો કપાસ અને મગફળીનો પાક સો ટકા નિષ્ફળ ગયેલ છે અને સર્વેની કામગીરી કરવા માટે હજુ સુધી ખેડૂતોના ખેતર સુધી સર્વેઅર આવેલ નથી.
બગથળાના માજી સરપંચ ગોપાલભાઇ મેરજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ભારે વરસાદના લીધે ખેડૂતોને ખેતીમાં નુકશાન છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, હજુ સુધી સર્વે કરવા માટે કોઈ આવેલ નથી તો પછી ખેડૂતોને સહાય કયારે મળશે ટે પ્રશ્ન છે જેથી કરીને ખેડૂતોએ સરકારી સહાયની આશા છોડીને પોતે પોતાના ખેતરમાં નિષ્ફળ ગયેલા પાક ઉપર ટ્રેક્ટર ફેરવીને પાક ઉખેડવાનું શરૂ કરી દીધું છે અને શિયાળુ પાક લેવા માટે ખેડ કરીને જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરતા ખેડૂતોએ ફરી પછી વાવણી માટેની તૈયારીઓ શરૂ કરેલ છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો કુદરત અને સરકાર બંને સામે લાચાર છે તેવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.
વહેલી તકે સરકારી સહાય માટે કામ ચાલી રહ્યું છે: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા
ટંકારા વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવતા બગથળા ગામે ખેતીમાં નુકશાન થયેલ છે તેનો સર્વે હજુ કરવામાં આવેલ નથી આ બાબતે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે સર્વેનું કામ ચાલી રહ્યું છે અને વહેલા વહેલી તકે આ સર્વેની કામગીરી પૂર્ણ થાય અને ખેડૂતોને તેમને મળવાપાત્ર સહાય ચૂકવાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
હાલમાં સર્વેની 70 ટકા કામગીરી પૂર્ણ થયેલ છે: ખેતીવાડી અધિકારી
અંદાજે 20 થી 22 દિવસ પહેલા મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ખૂબ ભારે વરસાદ થયો હતો અને ત્યારે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોના ઉભા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે અને અંદાજે આઠથી દસ દિવસ સુધી ખેડૂતોના ખેતરમાં એક થી બે ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયેલું રહ્યું હતું જેથી કરીને કપાસ, મગફળી સહિતના તમામ ચોમાસું પાકમાં સો ટકા પાક નિષ્ફળ ગયેલ છે અને તેના સર્વે માટે મોરબી જિલ્લામાં 29 જેટલી ટીમોને દોડાવવામાં આવી છે તેવું જિલ્લાના ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉશદડીયાએ જણાવ્યુ છે અને અત્યાર સુધીમાં 70 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે અને બાકીનું કામ એકાદ સપ્તાહમાં પૂર્ણ થઈ જશે તેવું તેમણે કહ્યું છે.
ખેતી પાકના નુકશાનની હવે 20 દિવસ પછી તાગ મેળવવો અશક્ય: વિજયભાઈ કોટડીયા
ભારે વરસાદના લીધે ખેતીમાં જે નુકશાન થયેલ છે તેનો તત્કાલિક સર્વે કરવાની જરૂર હતી જોકે હજુ સુધી સર્વે કરવામાં આવેલ નથી ત્યારે મોરબી કોંગ્રેસના તાલુકાના પ્રમુખ વિજયભાઈ કોટડીયા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલ છે કે, વરસાદ પડ્યો હતો તેના 20 દિવસ સુધી સર્વેની કામગીરી જો પૂર્ણ થતી ન હોય તો અગાઉ કેવી પરિસ્થિતિ હતી અને હાલમાં શું પરિસ્થિતિ છે તે બંને વચ્ચેનો તાગ મેળવવો મુશ્કેલ છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને જો હવે પાછો વરસાદ પડે ત્યાં સુધીમાં સર્વેનું કામ ન થયું હોય તો ખેડૂતોને ખરેખર કેટલું નુકસાન હતું તે નક્કી કરવું મુશ્કેલ બની જશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આજની તારીખે પણ કેટલાક ગામની અંદર હજુ સર્વે માટેની ટીમ પહોંચી નથી. જેથી કરીને જે સર્વેની કામગીરી ચાલુ છે તે ખરેખર સર્વે સાચી રીતે થશે અને સાચી દિશામાં થશે તે પણ એક સવાલ છે અને હજુ 20 થી 22 દિવસ પછી પણ જો સર્વેની કામગીરી પૂર્ણ થયેલ નથી તો ખેડૂતોને તેમના નુકસાની સામે જે સરકારી સહાય મળવાપાત્ર થતી હોય તે સહાયની રકમ ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે.
