હળવદના ભલગામડામાં વાડીના રસ્તા બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેના દીકરા-ભત્રીજાને મારી નાખવાની ધમકી
SHARE
હળવદના ભલગામડામાં વાડીના રસ્તા બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેના દીકરા-ભત્રીજાને મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા યુવાનને અગાઉ વાડીના રસ્તા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને સામે વાળાએ તેની વાડીમાં પ્રવેશ કરીને યુવાન તથા તેના દીકરા અને ભત્રીજાને ગાળો આપી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ફરિયાદીને જમણા પગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 8 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા વિહાભાઇ જલાભાઇ ધ્રાંગીયા (45)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ઇન્દ્રજીતભાઈ પચાણભાઈ ભાટીયા, યુવરાજભાઈ પચાણભાઈ ભાટીયા, પ્રવીણભાઈ બંનેસંગભાઈ ભાટીયા, ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટીયા, મહાવીરભાઈ ઉર્ફે મુન્નો નારણભાઈ ભાટીયા, ઉમેદભાઈ પ્રવીણભાઈ ભાટીયા રહે. બધા ભલગામડા તેમજ જયપાલભાઈ કાળુભાઈ ભાટીયા રહે. ઘનશ્યામપુર અને એક અજાણ્યો શખ્સ આમ આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, અગાઉ રસ્તા બાબતે બોલાચાલીને ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને ઇન્દ્રજીતભાઈ અને યુવરાજભાઈ તેની વાડીમાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદી યુવાનને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રવીણભાઈ, ગણપતભાઈ અને ઘનશ્યામભાઈ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવાન તથા તેના દીકરા વિપુલને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ બાકીના આરોપીઓ પણ ત્યાં આવ્યા હતા અને ત્યારે તેણે ફરિયાદી તથા તેના ભત્રીજા લાલાને ગાળો આપી હતી અને જયપાલભાઈ ભાટીયાએ ફરિયાદી યુવાનને જમણા પગના ભાગે લોખંડનો પાઈપ મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે