મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે અકસ્માત થતાં સુપર કેરી વાહનના ટાયર માથા ઉપરથી ફરી જતાં આધેડનું મોત


SHARE





























મોરબીના શનાળા પાસે અકસ્માત થતાં સુપર કેરી વાહનના ટાયર માથા ઉપરથી ફરી જતાં આધેડનું મોત

મોરબીના શનાળા ગામ નજીક આવેલ શક્તિ માતાજીના મંદિર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડના બાઇકને પાછળના ભાગેથી સુપર કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આધેડના માથાના ભાગ ઉપરથી ટાયર ફરી જતા તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતકના મોટા ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ચાચાપર ગામે રહેતાની ખેતી કામ કરતા નરભેરામભાઇ નારણભાઈ પનારા (63)એ હાલમાં સુપર કેરી ગાડી નંબર જીજે 36 વી 1594 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના નાના ભાઈ રાજેન્દ્રભાઈ નારણભાઈ પનારા પોતાનું બાઈક નંબર જીજે 3 ડીઆર 6572 લઈને મોરબીના શનાળા ગામ પાસે આવેલ શક્તિ માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને પાછળના ભાગેથી સુપર કેરી ગાડીના ચાલકે ટક્કર મારી હતી. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભાઈ બાઈક ઉપરથી નીચે રસ્તા ઉપર પટકાતા તેના માથાના ભાગ ઉપરથી આરોપીના વાહનનું ટાયર ફરી ગયું હતું જેથી કરીને ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત કરનાર વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો. આ બનાવમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ સાથે પકડાયો

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જૈન દેરાસર વાળી શેરીમાંથી પસાર થયેલા એક્ટિવા નંબર જીજે 3 એલ 3485 ને રોકીને પોલીસે વાહન ઉપર જઈ રહેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી 50 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 10,000 રૂપિયાની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 60,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કાસીમભાઈ ઈબ્રાહીમભાઇ શાહમદાર જાતે ફકીર (21) રહે લીલાપર રોડ સરકારી આવાસ યોજના મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો તેણે અલીભાઈ મામદભાઈ પલેજા રહે. કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને માલ આપનારા શખ્સને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
















Latest News