મોરબીના શનાળા પાસે અકસ્માત થતાં સુપર કેરી વાહનના ટાયર માથા ઉપરથી ફરી જતાં આધેડનું મોત
મોરબીના નવયુગ સંકુલ ખાતે રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન
SHARE
મોરબીના નવયુગ સંકુલ ખાતે રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન
ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરવાના હેતુ સાથે પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 6/10 ને રવિવારે આ સ્પર્ધા મોરબીના રાજકોટ રોડે વીરપર ગામ પાસે આવેલ નવયુગ સંકુલ ખાતે રાખવામા આવેલ છે.
મોરબીના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલ ખાતે આગામી તા6 ને રવિવારે સવારે 9:00 વાગ્યા થી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે અને બપોરે 12:00 કલાકે પુરસ્કાર વિતરણ સમારોહ રાખવામા આવેલ છે. જેમાં અતિથિ તરીકે મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા, મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, ભારત વિકાસ પરિષદના રિજનલ જનરલ સેક્રેટરી વિનોદભાઈ લાઠીયા, રિજનલ સેક્રેટરી સંસ્કાર રવિન્દ્રભાઈ ત્રિવેદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા, મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ શૈલેષભાઈ દેત્રોજા હાજર રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યક્ષ દિપેનભાઈ પંડ્યા, મહાસચિવ સંજયભાઈ કોટક, સમૂહગાન સંયોજક આનંદભાઈ સિદ્ધપુરા, મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, સચિવ હિમંતભાઈ મારવણિયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.