મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ જંકશન તાલુકા શાળા નં-૬ માં વ્યસન મુક્તિ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેરમાં આવેલ જંકશન તાલુકા શાળા નં-૬ માં વ્યસન મુક્તિ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડીકલ ઓફિસરનાં સીધા માર્ગર્શન હેઠળ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત જંકશન તાલુકા શાળા નં-૬ વાંકાનેર ખાતે તમાકુ વ્યસન મુક્તિ અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કુલ ૧૮ વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો. RBSK ડો. જીનાલી સંઘાણી અને ડૉ. અનિલ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અને શરીર પર થતી આડઅસર અને આર્થિક અસર વિશે સમજણ આપવામાં આવેલ છે અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ માંથી પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ છે અને સમગ્ર કાર્યક્રમને RBSK TEAM અને શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકો દ્વારા સફળ બનાવવામાં આવેલ છે. અંતે શાળાના પ્રિન્સિપાલ  કીર્તિભાઈ મીરાણી દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર તથા ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ છે




Latest News