સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું
Breaking news
Morbi Today

સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો


SHARE































સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો

મોરબીમાં પાટીદાર સમાજની દીકરીઓ અને તેમના પરિવારોને આર્થિક સહાયરૂપ બનવાના ઉમદા હેતુસર, રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા એક ખાસ અને નમ્ર સેવાકીય પહેલ શરૂ કરવામાં આવી છે.

મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા મોબાઈલની બાજુમાં મહેશ હોટેલ સામે રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે  અને ત્યાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ૧૧૧ દીકરીઓના પરિવારજનો માટે કોઈપણ પ્રકારની બીમારીની દવાઓ એકપણ રૂપિયાના નફા વગર, ફક્ત "પડતર કિંમતે (Cost-to-Cost)" પૂરી પાડવામાં આવશે. જેથી મોંઘી દવાઓના કારણે કોઈને પણ આર્થિક અગવડતા ન પડે તેવી ભાવના સાથે આ પહેલ કરવામાં આવી છે અને હાલમાં મોરબી શહેર સ્થાયી દીકરીઓએ પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ પર હાલમાં તેમની સાથે રહેતા સભ્યોના નામ તથા પૂરા સરનામા સાથે મેડિકલ સેવા કેન્દ્રના વોટ્સએપ નંબર 96871 25111 પર ફોટો મોકલી આપવાનો રહેશે. અને રજીસ્ટ્રેશન થયાની જાણ તેઓને સંસ્થા દ્વારા મેસેજ દ્વારા કરવામાં આવશે. હાલ શરૂઆત ૧૧૧ દીકરીઓથી નોંધણી કરવામાં આવી છે જો કે, ભવિષ્યમાં આ સંખ્યા વધારવા માટેના પ્રયસો પણ કરવામાં આવશે. આ સિવાય બાકીના તમામ લોકો માટે પણ "રામ રાહત દરે" તમામ પ્રકારની દવાઓ, સર્જિકલ તથા કોસ્મેટિક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે. અને આગળની તમામ સેવાકીય માહિતી અને અપડેટ્સ મેળવવા માટે રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્રના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે જણાવ્યુ છે.












Latest News