સેવા એજ સત્કર્મ: મોરબીના રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો
મોરબીમાં નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ કરવા અને પ્રકૃતિ સાથે માનવના ગાઢ સંબંધ સાથે સાથે કૃતજ્ઞતાની ભાવના દ્રઢ બનાવવા, ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતની પૂજા કરી હતી એ પરંપરા ધ્યાને રાખીને મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રીકાંતિભાઈ અમૃતિયા તથા મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ ઉઘરેજા, ભાજપના આગેવાન જયંતિભાઈ પટેલ, મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ હરેશભાઈ બોપલિયા તથા જે.પી.જેસ્વાણી, હસુભાઈ પંડ્યા, નિકુંજભાઈ કોટક, કેતનભાઈ બોપલિયા તેમજ મોરબીના પર્યાવરણ પ્રેમી આગેવાનો સહિતના લોકોની હાજરીમાં મોરબીમાં મચ્છુ ડેમ 2 ની બાજુમાં આવેલ નમોવન ખાતે વૃક્ષ પૂજન, પ્રકૃતિ પૂજન અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.