મોરબીના ઊંચી માંડલ ગામે કેનાલમાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલ લાશ મળી, પોલીસ તપાસ શરૂ
SHARE
મોરબીના ઊંચી માંડલ ગામે કેનાલમાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલ લાશ મળી, પોલીસ તપાસ શરૂ
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસે પાણીના કેનાલમાંથી આશરે પાંત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી આવેલ છે.હાલ આ યુવાન કોણ છે..? તેની ઓળખ થયેલી ન હોય તાલુકા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઊંચી માંડલ ગામ પાસે નર્મદાની પાણીની કેનાલમાંથી આશરે પાંત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનની વિકૃત અવસ્થામાં લાશ મળી આવેલ છે.હાલ મૃતક યુવાનની ઓળખ થયેલી ન હોય મોરબી તાલુકા પોલીસ મથકના વી.ડી. ખાચર દ્વારા આ બાબતે નોંધ કરીને મૃતક યુવાનની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલવા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.મૃતક યુવાન કોણ છે અને બનાવ અકસ્માતનો છે કે અન્ય કોઈ બાબત છે..? તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે. વધુમાં તપાસ અધિકારી વી.ડી.ખાચર સાથે વાત કરતા અંદાજે બે-ત્રણ દિવસ પહેલાનો બનાવ હોય લાશ કોહવાય ગયેલ છે.મૃતકે પેન્ટ અને આછા ગંજી જેવું પહેરેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી પાસે આવેલ અમૃત પાર્ક શેરી નંબર-૨ માં રહેતા નિર્મળાબેન દયાલજીભાઈ પરમાર નામના ૫૭ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે સેન્ટ મેરી સ્કૂલ નજીક તેઓનું બાઇક સ્લીપ થઈ જતા જમણા પગના ભાગે ઇજાઓ થવાથી ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.
ઘુંટુ ગામે સામસામે મારામારી
મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટું ગામ પાસે આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા સવજીભાઈ છગનભાઈ અગોલા (૬૪) તથા હસ્તીબેન સવજીભાઈ અગોલા (૨૮) ને તેઓના ઘરે તેમના પુત્રવધુ અને તેના પીયરના લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી બંનેને સારવારમાં સિવિલે ખસેડાયા હતા.જ્યારે સામા પક્ષેથી ઉષાબેન જયેશભાઈ અગોલા (ઉમર ૩૨) રહે.મહેન્દ્રનગર તા.મોરબી ને તેમના સસરાને ત્યાં મારામારીના બનાવમાં ઈજા થતા તેઓને પણ સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.
આધેડ સારવારમાં
મોરબીના માધાપરા શેરી નંબર ૧૭ માં રહેતા કિશોરભાઈ ધનજીભાઈ અદગામા નામના ૬૮ વર્ષના આધેડ માધાપરથી મહેન્દ્રનગર ચોકડી તરફ જતા હતા ત્યાં રસ્તામાં મહેન્દ્રનગર ગામ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામતા સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના ઊંચી માંડલ ગામે શર્મા મોબાઇલ નામની દુકાન પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઊંચી માંડલ ગામે રહેતા વનરાજ સુરેશભાઈ રાજપુત નામના ૨૫ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો