મોરબીમાં સી-ટીમે 24 વાહન ડિટેઇન કર્યા, બે હથિયાર સાથે પકડાયા
હળવદના નવા ઘનશ્યામગઢ ગામેથી ચોરાઉ મોબાઈલ સાથે આરોપીની ધરપકડ
SHARE








હળવદના નવા ઘનશ્યામગઢ ગામેથી ચોરાઉ મોબાઈલ સાથે આરોપીની ધરપકડ
હળવદના નવા ઘનશ્યામગઢ ગામે દુકાનેથી કોઈ અજાણ્યો શખ્સ દ્વારા મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી જે મોબાઈલ ચોરીના ગુનામાં આરોપીની એલસીબીની ટીમે ધરપકડ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા જીતેન્દ્રભાઈ જાદવજીભાઈ લોરીયાની પાનની દુકાનેથી કોઈ અજાણ્યો શખ્સ દ્વારા મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને રૂપિયા 20 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરીની હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં મોરબી એલસીબીની ટીમે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલીને મૂળ મધ્યપ્રદેશનો રહેવાસ અને હાલમાં હળવદ તાલુકાનાં નવા ઘનશ્યામગઢ ખાતે શિવમ નવલભાઈ બામણિયાની ગામના બસ સ્ટેશન પાસેથી બાતમી આધારે ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા 20 હજારનો મોબાઈલ કબ્જે કર્યો હતો અને આરોપીને હળવદ પોલીસ હવાલે કરેલ છે.

