મોરબી વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ પાંચ લાખની પઠાણી ઉઘરાણી કરીને બે શખ્સોએ યુવાનને માર માર્યો ટંકારાના ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલ રિક્ષાની ચોરી કરવાના ગુનામાં બે રીઢા ચોરીની ધરપકડ મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન મોરબીમાં ખામીયુક્ત મશીન આપનાર કંપનીને ૬ ટકા વ્યાજ સાથે ૩૩.૧૬ લાખ રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબીમાં કામ ધંધો ન કરતા પતિને પત્નીએ ઠપકો દેતા દવા પી જવાથી યુવાનનું મોત મોરબીમાં રમતા રમતા ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા ચાર વર્ષના બાળકનું મોત મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના યુવાનને શેરબજારમાં રોકાણ કરાવીને 1.18 કરોડની છેતરપિંડીના ગુનામાં એક આરોપીની ધરપકડ: અન્યની શોધખોળ


SHARE





























ટંકારાના યુવાનને શેરબજારમાં રોકાણ કરાવીને 1.18 કરોડની છેતરપિંડીના ગુનામાં એક આરોપીની ધરપકડ: અન્યની શોધખોળ

ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા યુવાનને શેરબજારમાં રોકાણ કરીને સારો નફો કમાવવા માટે થઈને લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ યુવાનને વિશ્વાસમાં લઈને તેની પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ મળીને 1.18 કરોડ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને યુવાને આપેલા રૂપિયા તેને પાછા આપવામાં આવ્યા ન હોવાથી તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા તેણે હાલમાં બે મોબાઈલ નંબરના ધારક અને 13 બેંકના એકાઉન્ટ નંબરના ધારકોની સામે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં ગાંધીધામના એક શખ્સની ધરપકડ કરેલ છે.

ટંકારામાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભાસ્કરભાઈ જશવંતભાઈ સંઘાણી (33)એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વોટસએપ નંબર 7558664929 અને 7078541292 ના ધારક તથા SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42681624602, PNB BANK બેંક એકાઉન્ટ નંબર 1590202100000738, AXIS BANK બેંક એકાઉન્ટ નંબર 922020007402677, KOTAK BANK બેંક એકાઉન્ટ નંબર 1548181718, HDFC BANK બેંક એકાઉન્ટ નંબર 99988050803959, AXIS BANK બેંક એકાઉન્ટ નંબર 923020014083644, ICICI BANK બેંક એકાઉન્ટ નંબર 204105002029, BANK OF MAHARASTRA બેંક એકાઉન્ટ નંબર 60490722495, RATNAKAR BANK બેંક એકાઉન્ટ નંબર 409002006322, RATNAKAR BANK બેંક એકાઉન્ટ નંબર 409002093766, YES BANK બેંક એકાઉન્ટ નંબર 4963400004172, SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42712599671 તથા SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42975383219 ના ધારકોની સામે વિશ્વાસઘાત અને શેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી.

જે ફરિયાદમાં યુવાને જણાવ્યુ છે કેતા. 23/4/24 થી 5/7/24 ના સમયગાળા દરમિયાન આરોપીઓએ શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરાવીને સારો નફો કમાવી આપવાની લોભામણી લાલચ આપી હતી અને ફરિયાદી યુવાન સાથે વિશ્વાસ કેળવી તેનો ભરોસો કેળવ્યા બાદ ખોટા નામ ધારણ કરીને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને તેની પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં સમયાંતરે કુલ મળીને 1.18 કરોડ રૂપિયા મેળવી લીધા હતા અને તે રૂપિયા ભોગ બનેલા યુવાનને પરત આપવામાં આવ્યા નથી અને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોબાઈલ નંબર અને 13 બેન્ક એકાઉન્ટના ધારકોની સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ. પટેલ અને તેની ટીમે આરોપી કિશનભાઇ બળદેવભાઈ ઠક્કર (28) રહે. ગાંધીધામ 9-એ-જી ભારતનગર ભાઈ પ્રતાપ આશિષ કોર્પોરેશન સોસાયટી કચ્છ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે


















Latest News