મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામે રહેતી મહિલા ઝેરી દવા પી જતાં સારવારમાં


SHARE





























મોરબીના ઘુટુ ગામે રહેતી મહિલા ઝેરી દવા પી જતાં સારવારમાં

મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની ઘરે હતી ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતા રાણીબેન રાહુલભાઈ માવી જાતે ભીલ (21) નામની મહિલાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.બી. ડાંગર અને વિજયભાઈ સવસેટા ચલાવી રહ્યા છે અને મહિલાને સારવાર માટે તેના પતિ હોસ્પિટલ લઈને આવ્યા હતા જોકે મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક બાઇક અને ઇકો ગાડીએ હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને વધુમાં મળેલ માહિતી મુજબ જુના જાંબુડીયા ગામ પાસે આવેલ સીયારામ કારખાના ખાતે રહેતા નવઘણભાઈ કુકાભાઈ સિંધવ (34) નામના યુવાનને જાંબુડીયા ગામ નજીક હાઇવે રોડ ઉપર ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીના રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
















Latest News