મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરીને ભાવનગર જેલ હવાલે કરાયો


SHARE













મોરબીમાં રહેતા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરીને ભાવનગર જેલ હવાલે કરાયો

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા શખ્સની પોલીસ દ્વારા પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે અને આ શખ્સને ભાવનગરની જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી શહેર અને જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર મારામારી, દારૂની હેરાફેરી વગેરે જેવી ઘટનાઓમાં અવારનવાર પકડાયેલા શખ્સો વિરુદ્ધ પાસા દરખાસ્ત મોકલવામાં આવતી હોય છે અને તે પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવ્યા બાદ જે તે શખ્સને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે આવી જ રીતે મોરબી શહેરના કાલિકપ્લોટ વિસ્તાર શેરી નં-6 માં બાવા અહેમદશા મસ્જિદ વાળી શેરીમાં રહેતા સમીર રફીકભાઈ પલેજા (25) નામના યુવાનની સામે જિલ્લા મેજિસ્ટ્રેટને પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી જે પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા હાલમાં પોલીસે તે શખ્સની ધરપકડ કરીને તેને ભાવનગરની જેલ હવાલે કરેલ છે

બાળક સારવારમાં

મૂળ એમપીના રહેવાસી પરિવારનો ચાર વર્ષનો બાળક રાઘવ ચૌહાણ બાઈકની પાછળના ભાગમાં બેસીને સમર્પણ હોસ્પિટલ નજીકથી પસાર થતો હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તે બેભાન થઈ ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તે બાળકને સારવાર આપીને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

હળવદના જુના દેવડીયા ગામે રહેતો સંજય ગોવિંદભાઈ રબારી (28) નામનો યુવાન ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કોઈ કારણસર બાઈક સ્લીપ થયું હતું અને તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

રિક્ષા પલટી જતાં ઇજા

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને જયદીપભાઇ રાજેશભાઈ પરમાર (28) રહે. નજરબાગ રેલવે સ્ટેશન પાસે મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News