હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બાળકને વ્હીલ નીચે કચડી નાખનારા લોડર ચાલકની ધરપકડ


SHARE













મોરબી નજીક કારખાનામાં બાળકને વ્હીલ નીચે કચડી નાખનારા લોડર ચાલકની ધરપકડ

મોરબી નજીક આવેલ તુલસી મિનરલ નામના કારખાનામાં બોઈલ વિભાગમાં લોડર પડ્યું હતું જેની સુપડીમાં ત્રણ વર્ષનો બાળક રમતો હતો દરમિયાન લોડરના ચાલકે બેફિકરાયથી તે વાહન ચાલુ કરીને લોડરની સુપડી ઉંચી કરી હતી જેથી તેમાં રમી રહેલ બાળક નીચે પટકાયો હતો અને ત્યારબાદ તેના છાતીના ભાગ ઉપરથી લોડરના વ્હીલ ફરી જતા તેની નીચે દબાઈ જવાના કારણે માસુમ બાળકનું મોત થયું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ લોડર ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર કાલિકા નગર ગામની સીમમાં આવેલ તુલસી મિનરલ્સ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં કામ કરતા જીતેલસિંહ ગુમનસિંહ ડાવર (21) નામના યુવાને લોડર નંબર જીજે 36 એસ 3717 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેનો ત્રણ વર્ષનો દીકરો શિવા કારખાનાના બોઇલ વિભાગ પાસે પડેલા લોડરની સુપડીમાં રમતો હતો દરમિયાન લોડરના ચાલકે તેનું વાહન અચાનક ચાલુ કરીને લોડરની આગળની સુપડી ઉંચી કરતા બાળક ઉપરથી નીચે પટકાયો હતો અને ત્યારબાદ તેના શરીર ઉપરથી લોડરનું આગળનું જમણી તરફનું વ્હીલ છાતી ઉપરથી ફરી ગયું હતું જેથી કરીને તે બાળકને ગંભીર રીતે ઇજા થયેલ હતી અને તે બાળકનું મોત નીપજયું હતું આ અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પીએસઆઇ બી.એમ. બગડા તથા તેના રાઇટર વાસુદેવભાઈ સોનગરા દ્વારા આરોપી સુનિલ કાળુભાઈ મેડા જાતે આદિવાસી (23) રહે. તુલસી મિનરલ લેબર ક્વાર્ટર કાલિકા નગર મોરબી મૂળ રહે. એમપી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા ખોડાભાઈ રામજીભાઈ કુણપરા (44) નામનો યુવાન મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ ચામુંડા હોટલ નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીમાં જન કલ્યાણ સોસાયટીમાં રહેતા હેતલ તુષારભાઈ ત્રિવેદી (46) નામના વ્યક્તિ મોરબીના બેઠા પુલ ઉપરથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઈજા થવાના કારણે તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા લાલજીભાઈ દેવજીભાઈ સોલંકી (51) નામના આધેડ બાઈક લઈને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકની આડે ભૂંડ ઉતરતા અકસ્માત થયો હતો અને તેમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News