મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર (ચ) ગામે વાડો સાફ કરી રહેલા યુવાન અને તેના ભાઈ ઉપર ત્રણ શખ્સનો કુહાડી-પાઇપ વડે હુમલો


SHARE













મોરબીના જીવાપર (ચ) ગામે વાડો સાફ કરી રહેલા યુવાન અને તેના ભાઈ ઉપર ત્રણ શખ્સનો કુહાડી-પાઇપ વડે હુમલો

મોરબીના જીવાપર (ચ) ગામે રહેતો યુવાન પોતાનો વાડો સાફ કરી રહ્યો હતો ત્યારે ત્યાં તે જ ગામમાં રહેતા શખ્સે આ વાળો અમારો છે તું કેમ સાફ કરી છે તેવું કહીને ગાળો આપીને બોલાચાલી કરી હતી હતી ત્યારબાદ તેના બે દીકરા ત્યાં આવી ગયા હતા ત્યારે એક પિતાએ યુવાનને પકડી રાખતા તેના દીકરા યુવાનને માથાના ભાગે કુહાડીનો ઘા માર્યો હતો તેમજ તેના જમણા પગ ઉપર પાઇપ મારીને ફેકચર જેવી ઈજા કરી હતી. તેમજ યુવાનના ભાઈને પણ પાઇપ વડે માર મારીને ઈજા કરી હતી જેથી બંને ઇજાગ્રસ્ત ભાઈઓને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જીવાપર ચકમપર ગામે રહેતા શૈલેષભાઈ ઉર્ફે સંજો જયદીપભાઇ હમીરપરા (27)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે દેવજી મનજીભાઈ સનુરા અને તેના બે દીકરા પ્રવીણ દેવજીભાઈ સનુરા અને પુનિત દેવજીભાઈ સનુરા રહે. બધા જીવાપર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી પોતાના વાડામાં સાફ-સફાઈ કરી રહ્યા હતા ત્યારે દેવજી સનુરાએ ત્યાં આવીને આ વાડો અમારો છે તું કેમ સાફ કરે છે તેવું કહીને ગાળો આપી હતી અને બોલોચાલી કરી હતી ત્યારબાદ તેના બે દીકરા પ્રવીણ અને પુનિત ત્યાં આવી ગયા હતા અને ત્યારે દેવજીએ ફરિયાદી યુવાનને પકડી રાખતા પ્રવિણે તેના હાથમાં રહેલ કુહાડી વડે ફરિયાદી યુવાનને માથામાં ઘા મારીને ઇજા કરી હતી તેમજ પુનિતે તેના હાથમાં રહેલ પાઇપ વડે ફરિયાદીને જમણા પગમાં માર મારીને ફેકચર જેવી ઈજા કરી હતી તેમજ તેના ભાઈ રસિકભાઈને જમણા હાથની વચલી આંગળીમાં તથા માથાના પાછળના ભાગે પાઇપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા બંને ભાઈને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને હાલમાં ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News