મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી ન આપનારા વધુ 6 સામે કાર્યવાહી


SHARE





મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી ન આપનારા વધુ 6 સામે કાર્યવાહી

મોરબી જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો અને ભાડૂઆતોની માહિતી પોલીસને ન આપનારાઓની સામે હાલમાં ગુના નોંધવામાં આવી રહ્યા છે તેવામાં વધુ 6 ગુના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવેલ છે.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ હુડકો ક્વાર્ટર્સમાં ઓરડી ભાડે આપેલ હતી જેમાં પરપ્રાંતીય શ્રમિકો રહેતા હતા તેની માહિતી પોલીસને આપવામાં આવી ન હતી જેથી હાલમાં પોલીસે ભગવાનજીભાઈ લખુભાઇ ડાંગર (64) રહે. કાલિકા પ્લોટ હુડકો ક્વાર્ટર મોરબી વાળા સામે ગુનો નોંધેલ છે. આવી જ રીતે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ પાસે સનપાર્ક સિરામિક કારખાનામાં પરપ્રાંતીય મજૂરો કામ કરતા હતા તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને મજૂરના આઇડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી કરીને કોન્ટ્રાક્ટર દિનેશકુમાર દેવીદયાલ રાજપુત (30) રહે. મકનસર ધર્મ મંગલ સોસાયટી મોરબી વાળાની સામે ગુનો નોંધાયો છે તો ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ ફાઈન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં પરપ્રાંતિય શ્રમિકો કામ કરતા હતા જેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી વિવેકભાઈ જયંતિભાઈ દસાડિયા (24) રહે. નાની કેનાલ રોડ અવધ-5 મોરબી વાળાની સામે ટંકારામાં ગુનો નોંધાયો છે આ ઉપરાંત શિવાંશ પ્લાઝા નામની સાઈટ ઉપર કામ કરતા શ્રમિકોની માહિતી મેળવી ન હતી અને તેનો ડેટા મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવ્યો ન હતો જેથી પોપટભાઈ વિશાભાઈ બતાડા (45) રહે. પાનેલી તાલુકો મોરબી વાળા સામે ટંકારામાં ગુનો નોંધાયો છે જ્યારે મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ નીલકંઠ પાર્ક ગોકુલ નગર શેરી નં-2 માં આવેલ મકાન નં-1 અને 3 ભાડે આપવામાં આવ્યા હતા જેની જાણ પોલીસને કરી ન હતી જેથી કરીને પોલીસે વિક્રમભાઈ રમેશભાઈ મકવાણા (30) અને સુરેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (35) રહે બંને નકલંગ પાર્ક ગોકુલનગર મકનસર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News