માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસે ડિવાઇડર કૂદીને ડમ્પર ટ્રકમાં અથડાતાં બંને વાહનમાં લાગી આગ, એક ડ્રાઈવરનું મોત: એક સારવારમાં હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ: હળવદના સાપકડા ગામે યુવાનને બે શખ્સોએ આપી ધમકી મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: જોધપર નદી ગામે વોકડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હળવદ-મોરબીમાં જુગારની 4 રેડમાં 12 શખ્સો પકડાયા વળતર માટેના નવા પરિપત્રનો વિરોધ: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી મંગળવારે ખેડૂતોની પદયાત્રાનું આયોજન માળીયા (મી)ના ખાખરેચી ગામે ફોન ઉપર થયેલ બોલાચાલીનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ યુવાનને અને તેની બહેનને માર માર્યો ટંકારામાં આવેલ દયાનંદ હોસ્પિટલ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદમાં ફોન ઉપર ઊંચા આવજે કરેલ વાતનો ખાર રાખીને ત્રણ વ્યક્તિ ઉપર કાર ચડાવીને હત્યા કરવાનો પ્રયાસ


SHARE







હળવદમાં ફોન ઉપર ઊંચા આવજે કરેલ વાતનો ખાર રાખીને ત્રણ વ્યક્તિ ઉપર કાર ચડાવીને હત્યા કરવાનો પ્રયાસ

હળવદ નજીક આવેલા કારખાનામાં રહેતા અને કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાને ફોન ઉપર મહિલા સાથે ઉંચા અવાજે વાત કરી હતી જે બાબતનો ખાર રાખીને તે મહિલાના દીકરા સહિતના કુલ છ વ્યક્તિઓ દ્વારા કારખાનામાં ગેરકાયદે પ્રવેશ કરીને હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને ઢીકાપાટુનો તથા પાઇપ વડે માથામાં અને શરીરે આડેધડ માર મારવામાં આવ્યો હતો તેમજ આરોપીઓ પૈકીના એક શખ્સે તેના હવાલા વાળી ગાડી ફરિયાદી તથા તેની સાથે રહેલા અન્ય બે વ્યક્તિઓ ઉપર ચડાવી દેવા માટે પ્રયત્ન કર્યો હતો જેથી કરીને ઇજા પામેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ આસ્થા ટેકનો પ્લાસ્ટ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મનોજ રામશંકર  યાદવ (52) નામના આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય સુરેશભાઈ કુડેચા, હાર્દિક સુરેશભાઈ કુડેચા, સુરેશભાઈ ઉડેચા, શીતલબેન સુરેશભાઈ કુડેચા, સંજયભાઈ ચંદુભાઈ કુડેચા અને વિજયભાઈ ચંદુભાઈ કુડેચા રહે. બધા જ હળવદ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી અજયની માતા શિલ્પાબેન સાથે ફોનમાં તેણે ઊંચા અવાજે વાત કરેલ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ આસ્થા ટેક્નો પ્લાસ્ટ કારખાનામાં આવ્યા હતા અને ત્યારે સંજય અને વિજયએ પાઇપ વડે ફરિયાદીને કપાળ, માથા અને પીઠ ઉપર આડેધડ માર્યો હતો તેમજ અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ વિજય કુડેચાએ તેના હવાલા વાળી કાર નંબર જીજે 13 સીસી 2871 ફરિયાદી તથા સાહેદ ઉપર ચડાવીને તેને મારી નાખવા માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ઉપેન્દ્રરાયને જમણા પગમાં તેમજ શશીકાંતભાઈને કમરના ભાગે ઇજાઓ થઈ હતી જેથી કરીને આ હુમલામાં ઇજા પામેલ ફરિયાદી સહિતના ત્રણ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૯, ૧૧૮(૧), ૧૧૭(૨), ૧૧૮(૨), ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૩૫૨, ૩૫૧(૩), ૩૩૨(બી) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News