મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા


SHARE













મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા

મોરબી જીલ્લામાં બહારના મજૂરો આવે છે તેની માહિતી પોલીસને આપવા માટે જાહેરનામું બાહર પાડવામાં આવે છે તો પણ પોલીસને શ્રમિકોની માહિતી આપતા નથી જેથી હવે જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ ન કરનારા તેમજ માહિતી ન આપનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં પોલીસે જીલ્લામાં કુલ મળીને 3 સ્પા અને આઠ હોટલ સહિત 18 સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સનાળા ગામ પાસે આવેલ લાયન્સનગરમાં ઓરડીમાં બહારના મજૂરો રહેતા હતા જેની માહિતી પોલીસને આપી ન હતી જેથી ઓરડીના માલિક માધવભાઈ જીવણભાઈ જીલરીયા (31) રહે. સનાળા ગોકુલનગર મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે મોરબી લાતી પ્લોટ નં-4 બેલ કારખાનામાં બહારના મજૂરો કામ કરતા હતા જેની માહિતી પોલીસ સ્ટેશનને આપી ન હતી જેથી રાકેશભાઈ જયંતીલાલ કરથીયા (60) રહે. કાયજી પ્લોટ શેરી નં-6 મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે મોરબીના લાતી પ્લોટ નં-2 માં આવેલ ગારમેન્ટના કારખાનામાં બહારના મજૂરો કામ કરતા હતા જેની માહિતી પોલીસને આપેલ ન હતી જેથી કારખાનેદાર જયભાઈ નગીનભાઈ કવાડિયા (25) રહે. કન્યા છાત્રાલય રોડ ધર્મ વિજય રેસીડેન્સી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર સમા હોટલમાં બહારના મજૂરો કામ કરતા હોય તેની જાણ પોલીસને કરી ન હતી જેથી કરીને યુનુસભાઈ અબ્દુલભાઈ ભટ્ટી (40) રહે. વરિયા દેવ મંદિર પાસે સોઓરડી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાયેલ છે. મોરબી જુના બસ સ્ટેશન પાછળ આવેલ રાજ હોટલ વાળા લુકમાનઅલી સુભાનઅલી શેખ (20) રહે. અયોધ્યાપુરી રોડ જુના બસ સ્ટેશન પાસે મોરબી, તકદીર હોટલ વાળા ઇરફાનભાઇ કિતાબઅલી શેખ (26) રહે. તકદીર હોટલ વાળાની સામે ગુનો નોંધાયો છે તેવી જ રીતે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે જુદીજુદી હોટલ વાળા સામે કાર્યવાહી કરી છે જેમાં હોટલના સંચાલક રાજેશભાઈ અમરશીભાઈ ભોરણીયા (48) રહે. ધર્મ સૃષ્ટિ સોસાયટી વાળા સામે સામે ગુનો નોંધાયો છે. હેવમોર પાવભાજીના સંચાલક ઘનશ્યામભાઈ કરસનભાઈ બાવરવા (41) રહે. ધર્મલાભ સોસાયટી, એક્શન ચાઈનીઝ એન્ડ પંજાબી હોટલના પ્રકાશભાઈ સોહનલાલ મોદી (42) રહે. હાઉસિંગ બોર્ડ મોરબી, ન્યુ વિરાટ હોટલ વાળા કલ્પેશભાઈ કેશવજીભાઈ ઘોડાસરા (34) રહે. સત્ત હાઈટસ ભક્તિનગર સર્કલ પાસે મોરબી, મઢુલી હોટલ વાળા ધર્મેશભાઈ મગનભાઈ ભોરણીયા (41) રહે. નવજીવન એપાર્ટમેન્ટ ભક્તિનગર સર્કલ પાસે મોરબી વાળા સામે પણ ગુના નોંધાયેલ છે.

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ પાસે તબેલામાં બહારના મજૂરો કામ કરતા હોય તેની વિગત પોલીસને આપેલ ન હોવાથી ઇનાયતભાઈ મજીદભાઈ સરવદી (30) રહે. પીપળીયા રાજવાળા સામે ગુનો નોંધાયો છે મોરબીના મકનસર ગામ પાસે આવેલ એક્સેલ સીરામીક કારખાનામાં લોડીંગનું મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજૂરોની માહિતી તાલુકા પોલીસને આપેલ ન હોવાથી કાળુભાઈ ઉર્ફે ભોજાભાઇ સવાભાઈ રાઠોડ (35) રહે. એક્સેલ સિરામિકના લેબર કવાર્ટર મોરબી મૂળ રહે. પીપળીયા તાલુકો ચોટીલા વાળા સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ ભંગારના ડેલામાં શ્રમિકો કામ કરતા હોય તેની માહિતી તાલુકા પોલીસને આપેલ ન હોવાથી દીક્ષિતભાઈ દામજીભાઈ બાવરવા (27) રહે. ભાવપર તાલુકો માળિયા વાળા સામે ગુનો નોંધાયો છે

મોરબીના લાલપર ગામ નજીક ઓરસંગ ઝોનમાં ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હતો અને તેના ભાડુઆતની માહિતી તાલુકા પોલીસને આપેલ ન હોય ભાઈલાલભાઈ લખમણભાઇ વરમોરા (42) રહે. હરિઓમ પાર્ક સોસાયટી રોડ મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે મોરબીના સાપર ગામ નજીક ન્યુ બુધ્ધા સ્પા મસાજ પાર્લરમાં કામ કરતાં શ્રમિકોની માહિતી તાલુકા પોલીસને આપી ન હતી જેથી અંજુબેન જયદેવભાઈ કર્મકાર (34) રહે ટિંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશીપ મોરબી મૂળ રહે વેસ્ટ બંગાળ વાળા સામે ગુનો નોંધાયો છે લાલપર નજીક આદ્યશક્તિ ચેમ્બરમાં બુદ્ધાસ્પા મસાજ પાર્લરમાં કામ કરતા શ્રમિકોની માહિતી પોલીસને આપેલ ન હોવાથી સંચાલક એકતાબેન વિનોદભાઈ પ્રજાપતિ (33) રહે. સોમનાથ ટાવર ફ્લેટ નં-702 રવાપર મોરબી મૂળ રહે. અમદાવાદ વાળા સામે ગુનો નોંધાયો છે મોરબીના બેલા ગામ નજીક આવેલ ઓમ કોમ્પ્લેક્સ નામના શોપીંગમાં નેક્સા સ્પા મસાજ પાર્લરમાં કામ કરતા શ્રમિકોની માહિતી તાલુકા પોલીસને આપેલ ન હોય સ્પાના સંચાલક અશ્વિનભાઈ ચતુરભાઈ મોરડીયા (45) રહે. બેલા વાળા સામે ગુનો નોંધાયેલ છે.






Latest News