મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો

વાંકાનેરની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાંથી આરોપીને ચેક રિટર્નના કેસમાં હાજર રહેવા માટે થઈને ફરમાન કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ આરોપી કોર્ટમાં હાજર રહેલ ન હતો જેથી કરીને કોર્ટના હુકમની અવગણના બદલ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર પ્રિન્સિપાલ સીનીયર સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા અને સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા હરદેવસિંહ વેલુભા ગોહિલ (33)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે શયોના એન્ટરપ્રાઇજના જવાબદાર વ્યક્તિ અશ્વીન રાવ રહે. એસ એક્ટિવ ગાલા નં-5 કલાળી ગામ રોડ સીએમ પટેલ ફાર્મની સામે વુડા હાઉસિંગ ફ્લેટની નજીક ચાણક્ય નગરી વડોદરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેરની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 1147/ 2017 ધ નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 તથા 142 મુજબ ફરિયાદ થયેલ હતી જેમાં આરોપીને હાજર રહેવા માટે થઈને ફરમાન આપવામાં આવ્યું હતું અને તેની પત્રથી આરોપીને બજવણી થયેલ હોવા છતાં તે કોર્ટના જણાવેલ તારીખ અને સમયે હાજર ન રહેતા કોર્ટના હુકમની અવગણના કરેલ હોવાથી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

વાંકાનેરની જામસર ચોકડી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને 400 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા બાઇક નંબર જીજે 11 એઆર 4269 જેની કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 30,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી પરસોતમભાઈ ઉર્ફે પસાભાઈ પાલાભાઈ રાઠોડ (45) રહે રાજગઢની સીમ સુરેશભાઈની ખાણ પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.






Latest News