મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં લોહાણા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જેમાં અગાઉ કુલ મળીને 14 આરોપીને પકડવામાં આવેલ હતા અને હાલમાં પોલીસે વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે.

મૂળ ચરાડવાના રહેવાથી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા જ્યોતિબેન હરેશભાઈ સાયતા (58)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા 15 વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેતેના પતિ હરેશભાઈ કાંતિભાઈ સાયતા (56)એ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે માનસિક ત્રાસથી  કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ હતો. ત્યાર બાદ મૃતકની ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ મળીને 14 જેટલા શખ્સોને પોલીસે દ્વારા પકડવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં એ ડિવિઝનના પીઆઇ હુકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.આર. સોનારા તથા ડી-સ્ટાફના કિશોરભાઈ મિયાત્રા સહિતના સ્ટાફ દ્વારા આરોપી યશવંતસિંહ ઘનશ્યામસિંહ રાણા (62) રહે. શનાળા રોડ જીઆઈડીસી સામે આર્યનગર સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News