મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા


SHARE













મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા

મોરબીના લાલપર ગામના બસ સ્ટેશન પાસેથી મોડી રાત્રીના બે શંકાસ્પદ હાલતમાં જોવા મળેલ હતા જેથી પોલીસે તેને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂ-બિયરની 10 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને બિયર તથા બાઇક મળીને 1.22 લાખનો મુદામાલ કબજે કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબીના લાલપર ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતા ડબલ સવારી બાઇકને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી ચાર બોટલ દારૂ જેની કિંમત 1600 રૂપિયા તથા બિયરના છ ટીન જેની કિંમત 600 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો આમ 2200 રૂપિયાનો દારૂ તેમજ બીયર અને એક લાખનું બાઈક આમ કુલ મળી 1.22 લાખની મત્તા સાથે પોલીસે અજીત હેમુભાઈ બામણીયા જાતે આદિવાસી (19) રહે. ડિજિટલ ટાઇલ્સ સીરામીક લખધીરપુર રોડ મોરબી મૂળ એમપી તેમજ દિલીપ ઠાકોરભાઈ મેડા (26) રહે. હાલ મોરબી જોધપર નદી ગામે વાલજીભાઈ મગનભાઈ બાલાસરાની વાડીએ મૂળ મધ્યપ્રદેશની ધરપકડ કરી હતી અને આ શખ્સો માલ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ અંગેની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી. મિશ્રા ને સોંપવામાં આવી છે.






Latest News