મોરબીનાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાએ ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન મોરબીની ભારતી વિધાલય શાળા ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ


SHARE











મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ

મોરબીમાં રવાપર પાસે આવેલ રામકો બંગલો ખાતે રહેતા કૈલાશબેન આદ્રોજા ગાંધીચોકથી મહેંદ્રનગર ચોકડી સી.એન.જી. રિક્ષામા આવ્યા હતા. તેઓ પોતાનુ રિક્ષામાં પર્સ ભુલી ગયેલ હતા જેથી કરીને 1.5 લાખના ઘરેણાં અને 4000 રોકડા ભરેલ પર્સ રિક્ષામાં ભૂલી ગયા છે તેની જાણ મોરબી બી ડિવિઝન પોલીસને કરી હતી જેથી કરીને નેત્રમ શાખાની મદદથી રીક્ષાચાલકને શોધી મહિલાને તેનું પર્સ પરત અપાવવા માટે પોલીસ સક્રિય બની હતી. અને સી.એન.જી. રિક્ષાને શોધી કાઢીને રિક્ષા ચાલક મહેન્દ્રભાઇ હેમરાજભાઇ શ્રીમાળી રહે. રોહીદાસપરા મોરબી વાળા પોતે બે દીવસથી પોતાની રિક્ષામા પર્સ લઇને અરજદારને શોધતા હતા અને રીક્ષા ચાલકને હાથે જ પોલીસની હાજરીમાં અરજદરાને તેનું પર્સ પરત આપવામાં આવ્યું હતું તેવી માહિતી બી ડિવિઝનના પીઆઇ એન.એ.વસાવા પાસેથી મળી છે.






Latest News